તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:GST ચેકિંગમાં બગવાડામાં ડુપ્લિકેટ eway બિલ પર કન્ટેનરમાં લઇ જવાતો દારૂ ઝડપાયો

પારડી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલક ફરાર, પોલીસે 23 લાખનો દારૂ કબજે લીધો

બગવાડા નેશનલ હાઇવે પર GST વિભાગની ટીમ ચેકિંગમાં હતી એ દરમિયાન તેમણે V ટ્રાન્સ લખેલી MH-04-JK-0566 નંબરનું કંન્ટેનર અટકાવી જેમાં ભરેલા સામાન અંગે બિલ જેવા પૂરવાની તપાસ કરી રહી હતી. આ દરમિયાન આ કન્ટેનરનો ચાલક GST ટીમને જરૂરી કાગળો અને બિલો આપી લઘુ શંકાના બહાને ભાગી નીકળ્યો હતો. અને તપાસ દરમિયાન ઇ વે બિલ પણ ડુપ્લિકેટ જણાયું હતું અને અટકાવેલા કંન્ટેનરની તલાશી લેતા GST વિભાગની ટીમ પણ ચોંકી ગઈ હતી. કન્ટેનરમાં ભરેલા સામાનના ewaybill માં દર્શાવવામાં આવેલી કોઈ વસ્તુ નહીં પરંતુ વિદેશી દારૂ મળી આવ્યો હતો આ અંગે પારડી પોલીસને જાણ કરતા પારડી PSI બીએનગોહિલ અને તેમની ટીમ ઘટના સ્થળે પહોચી દારૂ ભરેલું કન્ટેનર કબ્જે લઈ આવી હતી અને આ કન્ટેનર માથી અંદાજે 23 લાખનો દારૂ હાથ લાગ્યો હતો પોલીસે 10 લાખનું કન્ટેનર અને દારૂ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે. અનેઝડપાયેલી ટ્રકમાંથી નકલી e waybill કૌભાંડની સાથે ચતુરાઈપૂર્વક વિદેશી દારૂના હેરફેરી કરનારાઓને ઝડપી પાડવા પારડી પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો