તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

RBIના વડાએ કહ્યું- આગામી વર્ષે આર્થિક વિકાસ દર 6 ટકા થશે, ધિરાણ સસ્તુ થવાથી લોન મેળવનારને ફાયદો થશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
બજેટ બાદ નાણાં પ્રધાન અને આરબીઆઈ વડાએ પત્રકારો સાથે ધિરાણ નીતિ અંગે વાતચીત કરી હતી
  • RBIના વડાએ સંકેત આપ્યાઃ- ભવિષ્યમાં બેન્કો તરફથી વ્યાજ દરોમાં ઘટાડાનું વલણ જારી રહેશે
  • નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કૃષિ ક્ષેત્ર બેન્કોની ધિરાણ કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના વડા શક્તિકાંત દાસે આજે જણાવ્યું હતું કે અર્થતંત્રમાં ધિરાણ આપવાની પ્રક્રિયામાં ગતિ આવી છે. નીતિ વિષયક દરમાં ઘટાડો થવાથી આગામી દિવસોમાં તેનો છેવાડાના લોકોને પણ લાભ મળશે તેવો મધ્યસ્થ બેન્કના વડાએ વિશ્વાસ દર્શાવ્યો હતો.

આ સાથે તેમણે વાણિજ્ય (કોમર્શિયલ) બેન્કોના વ્યાજ દરમાં પણ ઘટાડો થવાની શક્યતા દર્શાવી છે. બજેટ બાદ RBI સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર સાથેની બેઠક પ્રસંગે પત્રકારોને સંબોધતા નિર્મલા સીતામણે જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્ર કરવામાં આવી રહેલા ધિરાણને લઈ બેન્કો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ધિરાણ મર્યાદા વિસ્તારવામાં આવી રહી છે. અમે આશા રાખી છીએ કે માંગ વધવા અને તે સાથે ધિરાણની આવશ્યકતાઓ પૂર્ણ કરવા માટે તે સક્ષમ હશે. હું ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં બેન્કોની વધુ ધિરાણ સુવિધા તેમ જ તેના વિસ્તરણ પર નજર રાખી રહી છું.

આગામી સમયમાં વ્યાજ દરોમાં ઘટાડાનું વલણ જળવાઈ રહેશે
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને રાજ્ય કક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુરની ઉપસ્થિતિમાં શક્તિકાંત દાસે કહ્યું હતું કે નીતિ વિષય દરમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવાની બાબતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. બેન્કો તરફથી ધિરાણ દરોમાં વધુ ઘટાડો થશે. RBIની રાજકોષિય નીતિ બાબતની સમિતિની ડિસેમ્બરમાં યોજાયેલી બેઠક સુધી તેમણે વ્યાજ દરોમાં સરેરાશ 0.49 ટકા ઘટાડો કર્યો હતો, જ્યારે ફેબ્રુઆરીની બેઠક સુધી આ ઘટાડો વધીને 0.69 ટકા પહોંચી ગયો હતો. તેમણે કહ્યું કે ભવિષ્યમાં વ્યાજદરોમાં ઘટાડાનો આ ક્રમ જારી રહેવાની સંભાવના છે. આ અગાઉ સીતારમણે દિલ્હીમાં કેન્દ્રીય બેન્કના પ્રાદેશિક કાર્યાલયમાં RBI બોર્ડ સમક્ષ સંબોધન કર્યું હતું.

બજારમાં તરલતા વધવાથી ધિરાણ સસ્તુ થયું
દાસે કહ્યું હતું કે RBI એ ગત વર્ષ વ્યાજ દરોમાં ઘટાડો કરતા અને બજારમાં તરલતા વધવાને લીધે બેન્કનું ધિરાણ સસ્તુ થયું છે. તેમણે કહ્યું કે નાણાં નીતિ સિમિતએ ફુગાવો વધવાની દહેશતને ધ્યાનમાં રાખી ફેબ્રુઆરીમાં નીતિવિષયક વ્યાજ દર નહીં ઘટાડવાનો નિર્ણય કર્યો હતો અને જાન્યુઆરીમાં ફુગાવાના આંકડા વધીને આવ્યા છે.

સપ્ટેમ્બર બાદ ધિરાણના ઉપાડમાં સુધારો થયો
ગત વર્ષના સપ્ટેમ્બર બાદ ધિરાણના ઉપાડમાં સુધારો નોંધાયો છે. ઓક્ટોબર,2019થી અત્યાર સુધીમાં ધિરાણના ઉપાડના આંકડા છ લાખ કરોડ રૂપિયાથી વધી રૂપિયા 7.5 લાખ કરોડ થયું છે. તેમણે કહ્યું હતું કે તેમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. ફક્ત બેન્કોથી જ નહીં નોન-બેન્કિંગ કંપનીઓ તથા અન્ય માધ્યમોમાંથી પણ ધિરાણનો ઉપાડ સારો રહ્યો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો