તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સમારોહ:સૌરાષ્ટ્ર યુનિ.નો પદવીદાન સમારોહ 19મી ડિસેમ્બરે, સમારોહમાં ફરી ડ્રેસકોડ રાખવા કરાઇ ચર્ચા

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ વર્ષે આગામી 19મી ડિસેમ્બરે પદવીદાન સમારોહ યોજવા નિર્ણય કરાયો છે અને તેના અનુસંધાને શનિવારે યુનિવર્સિટી ખાતે કુલપતિ ડો.નીતિન પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેશાણીના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઇ હતી જેમાં ફરી ડ્રેસકોડ રાખવાની ચર્ચા થતા ગત વર્ષની વાત યાદ કરીને ઉગ્ર વિરોધ ઉઠ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગત વર્ષના પદવીદાન સમારોહમાં કુલપતિ ડો.નીતિન પેથાણીએ ડ્રેસકોડ રાખવાનો નિર્ણય કર્યો હતો અને તેના માટે છેક અમદાવાદથી દરજી બોલાવી લાખો રૂપિયાનો ધુમાડો વિદ્યાર્થી વિકાસ ફંડમાંથી કરાયો હતો.

અમદાવાદના આ દરજીએ કોઇનો ડ્રેસ લાંબો અને કોઇનો ડ્રેસ ટૂંકો સીવી નાખ્યો હતો અને સમગ્ર કેમ્પસમાં ‘કોટિ-કોટિ વંદન’ ચાલ્યું હતું. છતાં સત્તાધીશોને શરમ આવી ન હતી. તાજેતરમાં કોરોના મહામારીના આ વર્ષમાં કુલપતિ ડો.નીતિન પેથાણીએ સિન્ડિકેટ સભ્યોના વિરોધ વચ્ચે પણ રેમેડિયલ પરીક્ષામાં 10 હજાર જેટલા વિદ્યાર્થીઓના ખિસ્સામાંથી રૂ.50 લાખ ફીના નામે વધારાના સેરવી લીધા હતા. ત્યારે હવે આગામી પદવીદાન સમારોહમાં ફરી ડ્રેસકોડ રાખવાના ઓરતા અમુક લોકોને જાગ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના હકીકતમાં વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે કરવામાં આવી છે ત્યારે સત્તાધીશોને વિદ્યાર્થી વિકાસ ફંડમાંથી તાયફા યોજવાના અને પોતાના કપડાં સીવડાવી લેવાના અભરખા ચાલુ રહેતા આગામી દિવસોમાં આ મુદ્દે નવો વિવાદ સર્જાવાની શક્યતા છે. જો કે હજુ સુધી ડ્રેસકોડ મુદ્દે કોઇ નિર્ણય કરાયો નથી, પરંતુ સંભવત વિદ્યાર્થીની ફી માફીના મુદ્દે માનવતા નેવે મૂકનારા સત્તાધીશોને યુનિવર્સિટીના ખર્ચે ડ્રેસ સીવડાવવામાં કોઇ શરમ નહીં નડે તેમાં બેમત નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો