પરીક્ષા / GPSCની ના. મામલતદાર, DySOની પરીક્ષામાં 95% જેટલા પ્રશ્નો પાઠ્યપુસ્તક આધારિત પુછાયા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • 2.34 લાખ ઉમેદવારે પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 55 ટકા હાજર રહ્યા
  • ગેરહાજર ઉમેદવારોની સંખ્યા ઓછી હોવાથી કટઓફ ઊંચું જશે

Divyabhaskar.com

Dec 09, 2019, 07:04 AM IST
અમદાવાદ: જીપીએસસીની નાયબ મામલતદાર અને નાયબ સેક્શન ઓફિસરની 154 જગ્યા પર ભરતી માટે રવિવારે રાજ્યના 32 જિલ્લાનાં 920 કેન્દ્રો પર પ્રીલિમ પરીક્ષાનું આયોજન કરાયું હતું, જેમાં 55 ટકા વિદ્યાર્થીઓ જ હાજર રહ્યા હોવાનું જીપીએસસીનું અનુમાન છે. જોકે 200 માર્ક્સના પ્રશ્નોમાંથી 95 ટકા પ્રશ્નો જીસીઈઆરટીનાં પાઠ્યપુસ્તકો આધારિત હોવાનું નિષ્ણાતોનું કહેવું છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષા માટે પાઠ્યપુસ્તકોમાંથી વધારે પ્રશ્નો પુછાઈ રહ્યાં છે, જેથી ઉમેદવારો પણ હવે ખાનગી પ્રકાશનની રેફરન્સ બુક કરતાં પાઠ્યપુસ્તક પર વધુ આધાર રાખે છે. જીપીએસસીએ જાહેર કરેલા કોર્સમાં પણ પાઠ્યપુસ્તકોના મુદ્દાઓનો સમાવેશ વધારે કરવામાં આવ્યો છે. નાયબ મામલતદાર અને નાયબ સેક્શન ઓફિસરની પરીક્ષા માટે 2.34 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ગઈ ભરતી કરતાં આ વર્ષે ઉમેદવારોની સંખ્યા વધારે અને ગેરહાજરની સંખ્યા ઓછી હોવાથી કટઓફ ઊંચું જવાની શક્યતા છે. ઉમેદવારો વચ્ચે વધુ સ્પર્ધા થશે. પ્રીલિમનરી પરીક્ષાના પરીણામ બાદ મુખ્ય પરીક્ષા લેવાશે.
અર્થશાસ્ત્રની નીતિના પ્રશ્નો પરીક્ષાર્થીઓને અઘરા લાગ્યા
અર્થશાસ્ત્ર અને સરકારીની નીતિઓ વિશેના પ્રશ્નો અઘરા રહ્યા. આ સાથે જ વિજ્ઞાનના સંદર્ભમાં પુછાયેલા પ્રશ્નો પણ અઘરા રહ્યા હતા. નિયમિત તૈયારી કરતા ઉમેદવારોને ઓવરઓલ પેપર સરળ લાગે તેવું છે.
જે પોસ્ટ પર ભરતી કરાશે તેને અનુરૂપ જ પેપર તૈયાર કરાયું
પરીક્ષાનું પેપર 95 ટકા સુધી પાઠ્યપુસ્તક આધારિત હતું. જે ઉમેદવારોએ વિષયોની ઊંડાણપૂર્વક તૈયારી કરી હશે તેમના માટે પેપર સરળ રહ્યું હોઈ શકે, કારણ કે પેપરમાં મુખ્ય મુદ્દાની પેટા બાબતોને ફેરવીને પુછવાઈમાં આવી હતી. આ સાથે જ જે પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે, તેને અનુરૂપ જ પેપર તૈયાર કરવામાં આવ્યું હતું. પ્રિલીમનરીનું કટ ઓફ 90 માર્ક્સ સુધી જઈ શકે છે.-બિપીન ખંડવી, કરિયર કાઉન્સેલર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી