તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હોબાળો:વિસનગરમાં ગોવિંદચકલા સોસા.નજીક ગટરના ખાડામાં વૃદ્ધા પડી જતાં હોબાળો

વિસનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખોદકામ બાદ નહીં પૂરાતાં રોષે ભરાયેલા લોકોએ જાતે ખાડો પૂર્યો

વિસનગરના સવાલા દરવાજાથી એમ.એન. કોલેજ રોડ પર ગોવિંદ ચકલા સોસાયટીના નાકે પાલિકાએ ગટરની કામગીરી માટે ખોદેલા ખાડામાં રવિવારે 63 વર્ષીય વૃદ્ધા પડી જતાં ઇજા પહોંચી હતી. છેલ્લા ઘણા સમયથી ખોદકામ કર્યા બાદ ખાડો પૂરવામાં નહીં લોકો રોષે ભરાયા હતા અને પથ્થરા નાખી ખાડો પૂરી દીધો હતો.

નગરપાલિકા દ્વારા પંડ્યાના નાળાથી સવાલા દરવાજા સુધી જૂની ગટરલાઇનની બાજુમાં નવી નાખવાનું કામ હાથ ધરાયું હતું. જોકે, સ્થાનિકોના વિરોધ બાદ સામેની સાઇડ ગટર લાઇનની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં સામેના છેડે કરેલા ખાડા યથાવત સ્થિતિમાં રહ્યા હતા. રવિવારે ગોવિંદચકલા સોસાયટીમાં રહેતાં 63 વર્ષીય ડઇબેન અમરતલાલ પટેલ આ ખાડામાં પડી જતાં લોકો ભેગા થઇ ગયા હતા અને વૃદ્ધાને બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યા હતા.

રોષે ભરાયેલા લોકોએ ખાડો પૂરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ યોજાયેલી પાલિકાની સામાન્ય સભામાં પણ રોડ ઉપર ખોદેલા સહિતના ખાડાઓને લઇ હોબાળો થયો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે, આ ખાડો પૂરવા નગરપાલિકામાં વારંવાર રજૂૂઆત કરવા છતાં સમારકામ કરાયું નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો