ગુજરાત / સરકારે આંબેડકરની મહાર જાતિ અંગે કરેલા ઠરાવને હાઇકોર્ટમાં પડકાર

ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર.
ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર.

  • હાઈકોર્ટની સરકારને નોટિસ, જવાબ રજૂ કરવાનો આદેશ

Divyabhaskar.com

Feb 27, 2020, 02:39 AM IST
અમદાવાદ: બાબાસાહેબ આંબેડકર જે મહાર જાતિમાં જન્મ્યા હતા તે જાતિના 1960 પહેલાના જે લોકો ગુજરાતમાં રહે છે તેમને જ માત્ર શિડ્યૂલ કાસ્ટમાં ગણવાના સરકારના ઠરાવને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. હાઇકોર્ટે સરકારને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
ભગવાન બુદ્ધ ફાઉન્ડેશન નામના ચેરિટેબલ ટ્રસ્ટ વતી એડવોકેટ આનંદ યાજ્ઞિકે હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી છે કે, જેમણે બંધારણ બનાવ્યું છે તેવા બાબાસાહેબ મહાર જ્ઞાતિના હતા. તેમ છતાં સરકારે 1960 પહેલાં મહાર જ્ઞાતિના લોકો ગુજરાતમાં રહેતા હતા તેમને જ માત્ર શિડ્યૂલ કાસ્ટમાં સમાવવા ઠરાવ કર્યો છે. મહાર જ્ઞાતિ આઝાદી પહેલાથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં મોટી સંખ્યામાં વસવાટ કરે છે. તેમને અત્યાર સુધી સરકાર શિડ્યૂલ કાસ્ટ તરીકે ગણીને અનામત આપતી હતી, પરતું ગુજરાતના સ્થાપના દિવસ પહેલાં જે લોકો ગુજરાતમાં રહેતા હતા તે લોકો પૈકી કેટલાક પાસે આટલા વર્ષોથી રહેવાના પુરાવા પણ નથી. કટ ઓફ ડેટ મૂકવાની સરકારની નીતિ ગેરબંધારણીય છે.
એક જ જ્ઞાતિના બે ભાગલા કેવી રીતે પાડી શકાય?
સરકારના આવા નિર્ણયોને કારણે હજારો મહાર જ્ઞાતિના લોકોને અનામતથી વંચિત રહેવું પડશે. 11 ઓગસ્ટ 1950ના રોજ પ્રેસિડેન્શિયલ ઓર્ડરમાં મહાર જ્ઞાતિને શિડ્યૂલ કાસ્ટમાં સમાવિષ્ટ કર્યા હતા. તો પછી માત્ર તારીખોના આધારે એક જ જ્ઞાતિના બે ભાગલા પાડી શકાય નહી.
X
ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર.ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી