આણંદ / સરકારને સિવિલ માટે જગ્યા મળતી જ નથી, અધિકારીઓનું 7મી વાર નિરીક્ષણ

Government not getting space for civil, officers did 7th time inspection

  • આણંદ જિલ્લામાં જગ્યાના પ્રશ્ને 7 વર્ષથી સિવિલ હૉસ્પિટલનો પ્રશ્ન ટલ્લે
  • આણંદ વ્યાયામ શાળા અને હાડગુડ પાસેના વાલ્મી મેદાનનું નિરીક્ષણ કરાયું

Divyabhaskar.com

Jan 24, 2020, 07:52 AM IST
આણંદ: જિલ્લામાં સિવિલ હૉસ્પિટલનો પ્રશ્ન 5 વર્ષથી ટલ્લે ચઢ્યો છે. 3 વખત ખાતમુર્હૂત અને 6 વખત જગ્યાઓનું નિરીક્ષણ કરવા છતાં તંત્રને સિવિલ બનાવવા માટે જગ્યા મળતી નથી. ત્યારે 7મી વખત રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર અને પ્રિન્સિપલ સેક્રેટરી હેલ્થ વિભાગના અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓએ વઘુ એેક વખત આણંદ વ્યાયામ શાળા અને હાડગુડ પાસે આવેલા વાલ્મી મેદાનનું નિરીક્ષણ કરી સિવિલ બાબતે સ્થાનિક અધિકારીઓ સામે ચર્ચા કરી હતી.
આણંદ જિલ્લો છુટો પડ્યે 22 વર્ષ થયા છતાં સિવિલ હૉસ્પિટલ મળી નથી. 2012ની ચૂંટણી અગાઉ સિવિલનો પ્રશ્ન રાજકીય નેતાઓએ ઉઠાવી મતોના રાજકારણમાં આણંદમાં સિવિલ હૉસ્પિટલ બનશે તેવા વચનો આપ્યાં હતાં. 2019ની લોકસભાની ચૂંટણી અગાઉ વિદ્યાનગરમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિને મુખ્યમંત્રીએ ઓનલાઇન વ્યાયામ શા‌ળામાં સિવિલ બનાવવા માટે ખાતમુર્હૂત કર્યું હતું. તે અગાઉ પણ તત્કાલિન કલેક્ટર ધવલ પટેલે આણંદ વ્યાયામ શાળાનું મેદાન સિવિલ માટે ફાળવ્યું હતું. અને જે તે સમયમાં વ્યાયામ શાળામાં ખાતમુર્હૂત કરી કામ ચાલઉ સારવાર પણ કરાઈ હતી. ત્યારબાદ સ્થાનિક નેતાઓએ દખલગીરી કરતાં સિવિલને નાવલી ચરામાં ખસેડાઇ હતી. અને જેતે સમયે પ્લાન સાથે 500 કરોડના ખર્ચે હૉસ્પિટલ બનશે તેવી જાહેરાત શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.
તેમ છતાં કામ શરૂ થયુ ન હતું. ત્યારબાદ ફરી વિવાદમાં સિવિલ હૉસ્પિટલ ધકેલાઇ હતી. અને 6 માસ અગાઉ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે વ્યાયામ શાળા અને વાલ્મીવાળી જગ્યાએ મુલાકાત લઇ સિવિલનું કામ હાથ ધરવાની ખાત્રી આપી હતી. પરંતુ કામ શરૂ થયું ન હતું. ત્યાં જ વળી બુધવારે હેલ્થ પ્રિન્સિપલ સેક્રેટરી ડૉ. જયંતી રવિ, કમિશનર ઓફ હેલ્થ જયપ્રકાશ શિવહરે, મેડિકલ તબીબ સેવાના નિયામક ડૉ. મહેતા, રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. મકવાણા, અને પ્રોગ્રામ યુનિટના એન્જિનિયરોએ વ્યાયામ શાળા અને વાલ્મી મેદાનની મુલાકાત લઇ જિલ્લા વિકાસ અધિકારીની આશિષ કુમાર તથા જિલ્લા આરોગ્ય અધિકારી એમ.ટી.છારી સાથે સિવિલ હૉસ્પિટલની ચર્ચા વિચારણા કરી હતી. આમ જમીન પસંદગી માટે સિવિલ હૉસ્પિટલ માટેનું કામ અટવાતાં સ્થાનિક ગરીબ અને મધ્યમવર્ગની પ્રજાને સરકારી આરોગ્ય સેવાનો લાભ મળતો નથી.
ભાજપ સરકાર 20 વર્ષથી જિલ્લામાં સિવિલ હૉસ્પિટલ આપી શકી નથી
આણંદ જિલ્લા અલગ પડે 22 વર્ષ થયાં ત્યારથી રાજ્યમાં ભાજપનું શાસન છે. તેમ છતાં આણંદ જિલ્લાને સિવિલ આપી શકી નથી. દર વખતે ઠાલા વચનોઆપીને પ્રજાને ગેરમાર્ગે દોરે છે. ખાનગી તબીબો સાથે મળી જઇ સરકાર સિવિલ બનાવવામાં ઠાગા ઠૈયા કરી રહી છે. સિવિલ વ્યાયામ શાળામાં જ બનવી જોઇએ. જગ્યા ઓછી પડે તો સરકાર તેમની જ છે. અને કલેકટરને કહીને વધુ જગ્યા માંગવી જોઇએ. મધ્યમ અને ગરીબ વર્ગની પ્રજાને સરળતા રહે તે માટે વ્યાયાશાળા સિવિલ માટે યોગ્ય જગ્યા છે. > કાતિભાઇ સોઢા પરમાર, ધારાસભ્ય, આણંદ.
X
Government not getting space for civil, officers did 7th time inspection

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી