તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Hallmarking Of Gold Jewelery To Be Compulsory From January 15, 2021, Is A Measure Of Gold Purity

સોનાની જ્વેલરીનું હોલમાર્કિંગ 15 જાન્યુઆરી 2021થી ફરજિયાત બનશે, તે સોનાની શુદ્ધતાનું માપદંડ છે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર
  • સરકાર 15 જાન્યુઆરી 2020એ નોટિફિકેશન બહાર પાડશે
  • જ્વેલર્સને સ્ટોક ક્લીયન્સ માટે એક વર્ષનો સમય મળશે

નવી દિલ્હીઃ સોનાના ઘરેણાઓનું હોલમાર્કિંગ 15 જાન્યુઆરી 2021થી અનિવાર્ય બનશે. કન્ઝ્યુમર મામલાઓના મંત્રી રામવિલાસ પાસવાને શુક્રવારે આ માહિતી આપી. મંત્રાલય 15 જાન્યુઆરી 2020એ નોટિફિકેશન બહાર પાડશે, પરંતુ આ નિર્ણયને લાગુ કરવા માટે એક વર્ષનો સમય આપવામાં આવશે, જેથી જ્વેલર સ્ટોક ક્લીયર કરી શકે. હોલમાર્કિંગ હાલ વૈકલ્પિક છે.

દેશમાં માત્ર 40% જ્વેલરીનું જ હોલમાર્કિગ થઈ રહ્યું છે
હોલમાર્કિંગ સોનાની શુદ્ધતાનો માપદંડ છે. સમગ્ર દેશમાં હાલ 800 હોલમાર્કિંગ સેન્ટર છે. માત્ર 40 ટકા જ્વેલરીનું જ હોલમાર્કિંગ થાય છે. ભારત વિશ્વમાં સૌથી વધુ સોનું આયાત કરે છે.
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ(BIS) દ્વારા હોલમાર્ક ગોલ્ડ જ્વેલરી પર બીઆઈએસનું નિશાન આપવામાં આવે છે. તેનાથી એ ખ્યાલ આવે છે કે લાઈસન્સહોલ્ડર લેબમાં સોનાની શુદ્ધતા કરવામાં આવી છે. બીઆઈએસની વેબસાઈટના જણાવ્યા મુજબ, આ દેશમાં એકમાત્ર એજન્સી છે, જેને સોનાના ઘરેણાના હોલમાર્કિંગ માટે સરકારે મંજૂરી આપી છે. ઘણાં જ્વેલર બીઆઈએસની સેવા લીધા વગર પોતે જ હોલમાર્કિંગ કરે છે, આ કારણે ખરીદી પહેલા એ જાણવું જરૂરી છે કે જ્વેલરી બીઆઈએસ હોલમાર્કિંગ ધરાવે છે કે નહિ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો