તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:માંસની હેરાફેરી કરતા દંપતીને ગૌરક્ષકોએ પકડ્યા, વીણા પાટિપા પાસેથી બાતમીના આધારે ઝડપ્યા હતા

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ નજીક વીણા પાટિયા પાસેથી ગૌરક્ષકોએ બાતમીના આધારે બાઇક ઉપર માંસની હેરાફેરી કરી રહેલા દંપતિને ઝડપી પાડ્યુ હતુ. ગૌરક્ષકોને બાતમી મળી હતી કે, મહુધાનું દંપતિ નિયમિત રીતે બાઇક ઉપર માંસની હેરાફેરી કરે છે. જે બાતમીના આધારે રવિવારે સવારથી જ વોચમાં ગોઠવાઇ ગઇ હતી. દરમિયાન બાતમી મુજબનું બાઇક લઇને દંપતિ વીણા પાટિયા નજીકથી પસાર થતાં તેમને રોકી અને તેમની પાસેના થેલામાં તપાસ કરતાં 30 કિલો માંસનો જથ્થો મળી આવ્યો હતો. ગૌરક્ષકોએ સલીમ કુરેશી અને તેના પત્નીને રૂરલ પોલીસને સોંપ્યા હતા. માંસની હેરાફેરી કરી રહેલા દંપતિ અગાઉ મહેમદાવાદમાં ઝડપાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો