સ્વામિનારાયણ સંપ્રદાયના સુકાની સંત ગોપાળાનંદ સ્વામી

સ્વામિનારાયણ સંપ્રદાયના સુકાની સંત એવા ગોપાળાનંદ સ્વામીએ જીવન પયઁત સત્સંગની ખૂબ જ સેવા કરી છે.

Dixa Jayanti

Dixa Jayanti

Divyabhaskar.com | Updated - Nov 28, 2010, 12:12 PM
Gopanand swami
અઢારમી સદીમાં જનસમાજની ઉધ્વગતિ કરવામાં સહજાનંદ સ્વામીનું પ્રદાન મુખ્યત્વે રહ્યું છે. તેમણે અને તેમને બનાવેલા ૩૦૦૦ જેટલા સંતોએ ટૂંકાગાળામાં ગુજરાતની ધરતી ઉપર ગામડે-ગામડે વિચરણ કરીને આખું આયખું ઘસી નાખ્યું છે. આ સમગ્ર જહેમતમાં સ્વામિનારાયણ ભગવાન પછી સૌથી વધુ ફાળો તેમના સંતોમાંથી સદ્. ગોપાળાનંદ સ્વામીનો રહ્યો છે. સ્વામિનારાયણ ભગવાને તેમને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સુકાની તરીકે નીમ્યા હતા. આવા ગોપાળાનંદ સ્વામીનું પ્રાગટ્ય સાબરકાંઠા જિલ્લાના ટોડલા ગામે ઠાકર મોતીરામ અને તેમનાં પત્ની જીવીબાના કૂખે સંવત ૧૮૩૭ના મહા સુદ-૮ને સોમવારના રોજ થયું હતું. તેમનું બાળપણનું નામ ખુશાલ ભટ્ટ હતું. જે તેમનાં દર્શન કરે તે ખુશખુશાલ બની જતા. નાની વયે જ તેમણે ચારેય વેદ, ષટ્શાસ્ત્ર, અઢાર પુરાણ, ભારત આદિ ઈતિહાસ વગેરે બધાં જ શાસ્ત્રોમાં પારંગત થયા હતા. તેઓ નાનપણથી અખૂટ ઐશ્વર્ય બતાવતા. યુવાનવયે તેમણે પોતાનું જીવન સમાજના ઉદ્ધારાર્થે સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધું. સંવત ૧૮૬૪ના કાર્તિક માસની કૃષ્ણપક્ષની અષ્ટમીએ તેમને ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાને દીક્ષા આપી ગોપાળાનંદ સ્વામી નામ ધારણ કરાવ્યું. સ્વામીનો સ્વભાવ ખૂબ જ દયાળુ હતો. દીન-દુખિયા આવી પ્રાર્થના કરે તો તેને વ્યવહારે સુખિયા કરતા. કોઇપણ જીવના કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, વાસના આદિ દોષોને તરત તેઓ ટાળી નાખતા. આવા શ્રીજી સંકલ્પ મૂર્તિ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ સૌ કોઇ સંપ્રદાયના હરિભક્તો તો શું? મોટા મોટા સંતો પણ પોતાનું અહોભાગ્ય માનીને કરતા. ગુણાતીતાનંદ સ્વામીને જ્યારે સ્વામિનારાયણ ભગવાને જૂનાગઢની મહંતાઇ સોંપી ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે કે હું મહંતાઇના હાર તો જ પહેરું કે જો ગોપાળાનંદ સ્વામી તેમની દિવ્યવાણી-સમાગમનો લાભ બાર મહિનામાં એક માસ મને જૂનાગઢ આવીને આપે. જો કોઇ વર્ષે ન અવાય તો બીજા વર્ષે બે માસ આવીને આપે. મહાપ્રભુએ આ વાત કબૂલ રાખી અને પછીથી કાયમ ગોપાળાનંદ સ્વામી પ્રતિ વર્ષે જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામીને સમાગમનો લાભ આપવા માટે પધારતા હતા. (અક્ષરાનંદસ્વામીની વાતો-૬૧૮)આવા ગોપાળાનંદ સ્વામીએ સંપ્રદાયમાં સાહિત્ય ક્ષેત્રે પણ અણમોલ સેવા કરી છે. તેમણે ૨૫થી પણ વધુ શાસ્ત્રોની રચના કરી છે. આમ, સ્વામિનારાયણ સંપ્રદાયના સુકાની સંત એવા ગોપાળાનંદ સ્વામીએ જીવન પયઁત સત્સંગની ખૂબ જ સેવા કરી છે. ૨૨ વર્ષ સુધી શ્રીજી મહારાજની સાથે રહી સેવા કરી છે અને ૨૨ વર્ષ સુધી શ્રીજી મહારાજ અંતધૉન થયા પછી પણ આ સત્સંગને સાચવ્યો છે. એવા શ્રીજી સંકલ્પ મૂર્તિ ગોપાળાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને મહાદીક્ષા આપી તેને આ કારતક વદ-આઠમના રોજ ૨૦૩ વર્ષ પૂર્ણ થાય છે. તો આપણે તેમની ૨૦૩મી દીક્ષા જયંતી પ્રારંભે તેમના ચરણોમાં કોટી-કોટી વંદન કરીએ અને તેમનો મહિમા સમજીએ અને તેમને આપેલા જ્ઞાનને જીવનમાં કૃતાર્થ બનીએ. દીક્ષા જયંતી,પ્રેમસ્વામી કુમકુમ

X
Gopanand swami
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App