તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:કચ્છમાં વિવિધ સ્થળે ગોપાલષ્ટમીની ઉજવણી

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાપર ખાતે રવિભાણ દરિયાસ્થાન મંદિરના સંત ત્રિકાલદાસ બાપુએ ગૌશાળામાં 300થી વધુ ગાય માતાઓનું પૂજન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણ બાલ અવસ્થામાં જ્યારે પ્રથમ વખત અજવાળી આઠમના દિવસે ગાયો ચરાવવા જવાના હતા ત્યારે ગોપાલષ્ટમી હતી. જેથી આજે ગોપાલષ્ટમી નિમિતે વિષેશ પૂજા અર્ચના કરાઈ હતી. મોટી ખેડાઈ મધ્યે ગોપાષ્ટમી નિમિત્તે દિનેશભાઈ અરજણભાઈ આહીર, શ્યામભાઈ, દિગ્વિજયસિંહ ટિલાટ, જીતેન્દ્રસિંહ મોડજીભાના નેતૃત્વ હેઠળ ગૌશાળા તેમજ ગામની ગાયોને પૂજન-અર્ચન કરી ગોળ ખવડાવી ગાયોને સીમમાં ચરવા માટે મૂકી હતી.

વિવિધ અગ્રણીઓના સહયોગથી 451 કિલ્લો ગોળ મળ્યો હતો. આ પ્રસંગે ગામના સરપંચ બાપાલાલસિંહ, ગૌશાળાના પ્રમુખ મનુભા, ટ્રસ્ટી વિજયસિંહ, વિરેન્દ્રસિંહ, ગામના વડીલો મંગુભા, મોડજીભા, હરેશભાઈ, સુરેનભાઈ, જગદીશભાઈ,ગોવાળ દિનેશભાઈ જોગી, ગોવાળ પચાણ રબારી વગેરે લોકો ઉપસ્થિત રહી ગૌમાતાનું પૂજન કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો