• Home
  • Business
  • GST Collection Rs 1.03 lakh crore in December, more than 1 lakh crore for the second consecutive month

ટેક્સ / GST કલેક્શન ડિસેમ્બરમાં 1.03 લાખ કરોડ રૂપિયા, સતત બીજા મહિને 1 લાખ કરોડથી વધુ

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

  • ડિસેમ્બર 2018ની સરખામણીએ જીએસટી કલેક્શનમાં 9 ટકા વધારો
  • GST લાગુ થયા બાદ 1 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન

Divyabhaskar.com

Jan 01, 2020, 06:09 PM IST

નવી દિલ્હીઃ GST(ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) કલેક્શન ડિસેમ્બરમાં 1 લાખ 3 હજાર 184 કરોડ રહ્યું. જીએસટી રેવન્યુ સતત બીજા મહિને 1 લાખ કરોડ રૂપિયાથી વધુ રહી છે. જોકે નવેમ્બરની સરખામણીમાં સામાન્ય ઘટાડો આવ્યો છે. સરકારને નવેમ્બરમાં જીએસટીથી 1 લાખ 3 હજાર મળ્યા હતા. સરકારે ડિસેમ્બરના આંકડા બુધવારે જાહેર કર્યા.

ડિસેમ્બરમાં GST કલેક્શન

ટેક્સ કલેક્શન(રૂપિયા કરોડ)
સીજીએસટી 19,962
એસજીએસટી 26,792
આઈજીએસટી 48,099
સેસ 8,331


ઘરેલું ટ્રન્ઝેકશન્સથી કલેક્શનમાં 16 ટકા વધારો

જુલાઈ 2017માં જીએસટી લાગુ થયા બાદ અત્યાર સુધીમાં 9 વખત કલેક્શન સરકારના લક્ષ્ય 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. ડિસેમ્બર 2018ની સરખામણીએ જીએસટી કલેક્શનમાં 9 ટકા વધારો થયો છે. ઘરેલું ટ્રાન્ઝેક્શનથી કલેકશનમાં 16 ટકા વધારો થયો છે.

1 લાખ કરોડ કલેક્શન ક્યારે-ક્યારે મળ્યું ?

મહીના GST કલેક્શન(રૂપિયા)
એપ્રિલ 2018 1.03 લાખ કરોડ
ઓક્ટોબર 2018 1 લાખ કરોડ
જાન્યુઆરી 2019 1.02 લાખ કરોડ
માર્ચ 2019 1.06 લાખ કરોડ
એપ્રિલ 2019 1.13 લાખ કરોડ
મે 2019 1 લાખ કરોડ
જુલાઈ 2019 1.02 લાખ કરોડ
નવેમ્બર 2019 1.03 લાખ કરોડ
ડિસેમ્બર 2019 1.03 લાખ કરોડ
X
પ્રતિકાત્મક તસ્વીરપ્રતિકાત્મક તસ્વીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી