કોરોના વાઇરસ / ગોંડલ રામજી મંદિરે રાશનની 500 કિટ બનાવી, ભજન સમ્રાટ હેમંત ચૌહાણે ઘરે ફૂડ પેકેટ બનાવી મજૂરોમાં વિતરણ કર્યા

હેમંત ચૌહાણે જાતે ફૂડપેકેટ ભર્યા
કિટનું જરૂરિયાતમંદ લોકોમાં વિતરણ કરવામાં આવ્યું
કિટનું જરૂરિયાતમંદ લોકોમાં વિતરણ કરવામાં આવ્યું
X
કિટનું જરૂરિયાતમંદ લોકોમાં વિતરણ કરવામાં આવ્યુંકિટનું જરૂરિયાતમંદ લોકોમાં વિતરણ કરવામાં આવ્યું

  • મીઠાથી લઇ ખાંડ અને લોટથી લઇ તેલ સહિતની વસ્તુઓ કિટમાં ભરવામાં આવી 

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 03:04 PM IST

ગોંડલ: કોરોનાની મહામારી વચ્ચે સૌથી વધુ મુશ્કેલીમાં હોય તો તે ઝુપડપટ્ટીના લોકો અને છૂટક મજૂરી કરી પેટીયુ ભરનાર. ગોંડલમાં આ મહામારીને પહોંચવા અને કોઇ ભૂખ્યા પેટે સૂવે નહીં તે માટે 500 રાશનની કિટ તૈયાર કરવામાં આવી છે. આ કિટનું જરૂરિયાતવાળા વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. કિટમાં મીઠાથી લઇ ખાંડ અને લોટથી લઇ તેલ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ ભરવામાં આવી છે. લોકો આ કિટ થકી એક મહિનો પોતાનો જીવન નિર્વાહ કરી શકશે. બીજી તરફ ભજન સમ્રાટ હેમંત ચૌહાણે પોતાના ઘરે જાતે જ ફૂડ પેકેટ તૈયાર કરી મજૂર વિસ્તારમાં વિતરણ કર્યા હતા. 

લોકગાયક હેમંત ચૌહાણે ફૂડ પેકેટ બનાવી ગરીબોમાં વિતરણ કર્યા

ભજન સમ્રાટ એવા હેમંત ચૌહાણ તથા તેમના  પરિવાર દ્વારા રાજકોટમાં વસવાટ કરતા મજૂર વર્ગ તથા રોજીંદી મહેનત કરી ઘરનું  ગુજરાન ચલાવતા લોકો માટે ફુડ પેકેટ બનાવી રોડ પર તથા ગરીબ વર્ગના પરિવારને આ મહામારીમાં અન્ન દાન કરી સમાજ ને મદદ માટે આગળ આવવા અપીલ કરી છે. એક કલાકાર તરીકે સમાજને પણ ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. હેમંત ચૌહાણ  સમાજને એક નમ્ર અપીલ કરી છે કે આપ સૌ પોતાના ઘરમાં રહી આ મહામારીને લડત આપીએ તથા સરકારના દરેક પગલાને મદદરૂપ બનીએ.

(દેવાંગ ભોજાણી, ગોંડલ)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી