• Home
  • Bollywood
  • Hollywood
  • golden globe award 2020 Priyanka Chopra arrives with husband Nick Jonas, seen in the glamorous avatar

ગોલ્ડન ગ્લોબ / પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસ સાથે આવી, ગ્લેમરસ અવતારમાં જોવા મળી

golden globe award 2020 Priyanka Chopra arrives with husband Nick Jonas, seen in the glamorous avatar

Divyabhaskar.com

Jan 06, 2020, 03:08 PM IST

લોસ એન્જલસઃ ગોલ્ડન ગ્લોબ 2020 અવોર્ડ લોસ એન્જલસમાં બેવર્લી હિલ્સ ખાતે યોજાઈ ગયા. આ અવોર્ડ શોમાં પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસ સાથે આવી હતી. રેડ કાર્પેટ પર પ્રિયંકા તથા નિકે સાથે પોઝ આપ્યો હતો. પિંક ગાઉનમાં પ્રિયંકા પરી જેવી લાગતી હતી. પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટા સ્ટોરીમાં અવોર્ડ માટે તૈયારી થતી હોય તેની તસવીરો શૅર કરી હતી.

પ્રિયંકા-નિક ડાયમંડમાં છવાયા
પ્રિયંકા ચોપરા તથા નિક જોનસ રેડ કાર્પેટ પર હાથોમાં હાથ નાખીને આવ્યાં હતાં. ફોર્બ્સમાં પબ્લિશ થયેલાં આર્ટિકલ પ્રમાણે, બંનેએ ડાયમંડ જ્વેલરી કૅરી કરી હતી. નિક જોનસે ઓક્ટો બ્રાન્ડની વોચ પહેરી હતી. આ ઘડિયાળમાં 1172 ડાયમંડ હતાં અને આ તમામ ડાયમંડ 50.25 કેરેટના હતાં. આ ઘડિયાળની કિંમત 1 મિલિયન ડોલર (અંદાજે 7.21 કરોડ રૂપિયા) હતી. આ ઉપરાંત નિકે રિંગ પણ પહેરી હતી.

પ્રિયંકા ચોપરાની વાત કરવામાં આવે તો એક્ટ્રેસે ડિઝાઈનર ક્રિસ્ટિનો ઓટોવિઆનોનું પિંક ઓફ-શોલ્ડર ગાઉન પહેરેર્યું હતું. આ સાથે જ બલગરી હાઈ જ્વેલરી પહેરી હતી, જેમાં 56 કેરેટ ડાયમંડનો નેકલેસ, રિંગ તથા ઈયરરિંગ્સ સામેલ હતાં. આ તમામની કિંમત 1 મિલિયન ડોલર (અંદાજે 7.21 કરોડ રૂપિયા) હતી.

બેસ્ટ કોમેડી સીરિઝનો અવોર્ડ આપ્યો
પ્રિયંકા તથા નિકે બેસ્ટ કોમેડી સીરિઝનો અવોર્ડ આપ્યો હતો. આ અવોર્ડ ‘ફ્લીબેગ’ સીરિઝને મળ્યો હતો.

X
golden globe award 2020 Priyanka Chopra arrives with husband Nick Jonas, seen in the glamorous avatar
golden globe award 2020 Priyanka Chopra arrives with husband Nick Jonas, seen in the glamorous avatar
golden globe award 2020 Priyanka Chopra arrives with husband Nick Jonas, seen in the glamorous avatar
golden globe award 2020 Priyanka Chopra arrives with husband Nick Jonas, seen in the glamorous avatar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી