• Home
  • Business
  • Gold prices reaches to all time high of Rs 50,600 per ten gram in Ahmedabad

કોમોડિટી / અમદાવાદમાં સોનાનો ભાવ દસ ગ્રામ દીઠ રૂ. 50,600ની સર્વોચ્ચ સપાટીએ, બુધવારે ભાવ રૂ. 400 વધ્યા

Gold prices reaches to all time high of Rs 50,600 per ten gram in Ahmedabad
X
Gold prices reaches to all time high of Rs 50,600 per ten gram in Ahmedabad

  • ચાંદી પ્રતિ કિલો રૂ. 2200 વધીને રૂ. 51,200ની સપાટીએ પહોચી
  • અમદાવાદમાં સોનું બે દિવસમાં દસ ગ્રામ દીઠ રૂ. 600 વધ્યું

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 05:30 PM IST

અમદાવાદ. વૈશ્વિક અર્થતંત્રમાં આવેલી મંદીની વચ્ચે આજે બુધવારે ફરી સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. અમદાવાદ ખાતે સોનાના ભાવ દસ ગ્રામ દીઠ રૂ. 650 વધીને રૂ. 50,650ની સર્વોચ્ચ સપાટીએ પહોચી ગયા હતા. તેવી જ રીતે વાયદા બજારમાં પણ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ઉપર સોનું રૂ. 48,982ની ઐતિહાસિક સપાટીએ પહોચ્યું હતું. તેવી જ રીતે ચાંદીમાં પણ આજે  રૂ. 2200નો વધારો થયો હતો. અમદાવાદમાં ચાંદી કિલો દીઠ રૂ. 51,200ની સપાટીએ પહોચી હતી.

સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે
કોટક સિક્યોરિટીઝે એક અહેવાલમાં જણાવ્યું છે કે અમેરિકા અને ચીન વચ્ચેના તણાવથી વૈશ્વિક અર્થતંત્રની મુશ્કેલીમાં વધારો થયો છે. આ સિવાય ફુગાવો વધ્યો છે, જ્યારે માંગમાં ઘટાડો થયો છે. વૈશ્વિક અર્થતંત્રમાં મંદી છે. દરમિયાન, કોરોના વાયરસના ચેપમાં વધારો થવાને કારણે સોનાના ભાવમાં હજી વધુ વધારો થઈ શકે છે.

આ વર્ષે વૈશ્વિક સોનામાં આશરે 20%નો વધારો થયો છે
વ્યાજ દરમાં ઘટાડો અને કોરોનાવાયરસ ચેપના કિસ્સામાં વધારો થવાને કારણે સોનામાં રોકાણ સલામત માનવામાં આવે છે. ગોલ્ડમ સાશના કહેવા પ્રમાણે સોનાની કિંમતમાં વધુ વધારો થઈ શકે છે અને તે આવતા એક વર્ષમાં 2,000 ડોલર સુધી જઈ શકે છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં આશરે 20%નો વધારો થયો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી