યાદગીરી / ગોદરેજ બિલ્ડર્સે આઈકોનિક ચેમ્બુર સ્ટૂડિયોનો ‘આરકે’ લોગો જાળવી રાખ્યો, બોલિવૂડ-થીમ પર અપાર્ટમેન્ટ બનાવશે

Godrej Builders retains iconic Chambur Studio 'RK' logo, will build Bollywood-themed apartment

Divyabhaskar.com

Jan 23, 2020, 05:30 PM IST

મુંબઈઃ વર્ષ 2017માં આઈકોનિક આર કે સ્ટૂડિયોમાં આગ લાગી હતી અને ત્યારબાદ ખોટ જતા કપૂર પરિવારે ભારે હૈયે સ્ટૂડિયોને વેચવા કાઢ્યો હતો. કપૂર પરિવારે આ સ્ટૂડિયો ગોદરેજ બિલ્ડર્સને વેચ્યો હતો.

બિલ્ડર્સે સ્ટૂડિયો તોડીને અહીંયા અપાર્ટમેન્ટ્સ બાંધવાનું નક્કી કર્યું છે. ઘણાં ચાહકો એમ માની રહ્યાં હતાં કે સ્ટૂડિયો તૂટ્યા બાદ આ સ્થળ સાથે જોડાયેલી તમામ યાદોનો પણ અંત આવી જશે. જોકે, ગોદરેજ બિલ્ડર્સે ‘આરકે’નો આઈકોનિક લોગો એમ ને એમ જ રાખવાનો નિર્ણય લીધો છે. આટલું જ નહીં અપાર્ટમેન્ટ્સને બોલિવૂડ થીમ પ્રમાણે બનાવવામાં આવશે.

સૂત્રોના મતે, ગોદરેજે માત્ર સ્ટૂડિયો જ નથી ખરીદ્યો પરંતુ સ્ટૂડિયોમાં રહેલી વિવિધ વસ્તુઓ પણ ખરીદી છે. આ તમામ વસ્તુઓનો ઉપયોગ અપાર્ટમેન્ટના ઈન્ટિરિયર ડેકોરેશનમાં કરવામાં આવશે અને અપાર્ટમેન્ટને બોલિવૂડ ટચ આપવામાં આવશે. અહીંયા ત્રણ તથા ચાર બેડરૂમ-હોલ-કિચનના અપાર્ટમેન્ટ બનાવામાં આવશે.

71 વર્ષ જૂના આર કે સ્ટૂડિયોને લઈ કપૂર પરિવારે કહ્યું હતું કે ચેમ્બુરમાં આવેલા આ સ્ટૂડિયોમાં ટ્રાફિકને કારણે એક પણ એક્ટર શૂટિંગ માટે આવતા નથી. આજકાલ સ્ટાર્સ ફિલ્મ સિટીમાં શૂટિંગ કરવાનું પસંદ કરે છે. આગ લાગ્યા બાદ સ્ટૂડિયોને મેઈનટેઈન કરવો મુશ્કેલ થઈ ગયો હતો. પરિવાર માટે આ મુશ્કેલ નિર્ણય હતો પરંતુ આના સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

છેલ્લે 1999માં ફિલ્મનું શૂટિંગ થયું હતું
1948માં રાજ કપૂરે ફ્રેન્ડ્સ પાસેથી પૈસા ઉધાર લઈને ચેમ્બુરના બિયાબાન વિસ્તારમાં સ્ટૂડિયો માટે જમીન ખરીદી હતી. અહીંયા છેલ્લે ‘આ અબ લૌટ ચલે’ (1999) ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદથી એક પણ ફિલ્મનું શૂટિંગ અહીંયા થયું નહોતું. રિયાલિટી શો તથા બ્રાન્ડ શૂટિંગ થતા હતાં પરંતુ વર્ષ 2017માં આગ લાગ્યા બાદ આ સ્ટૂડિયો સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો હતો. આ સ્ટૂડિયો બે એકરમાં ફેલાયેલો હતો. અહીંયા માત્ર શૂટિંગ જ નહીં પરંતુ તહેવારો પણ સેલિબ્રેટ થતા હતાં. સ્ટૂડિયોમાં ‘શોર’, ‘ક્રાંતિ’, ‘ઉપકાર’ જેવી ફિલ્મના શૂટિંગ થયા હતાં.

X
Godrej Builders retains iconic Chambur Studio 'RK' logo, will build Bollywood-themed apartment
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી