ન્યૂ ફ્લાઇટ / ગોએર 20 ડિસેમ્બરથી અમદાવાદ-ઈન્દોરની ફ્લાઇટ શરૂ કરશે, ભાડું 2,000 રૂપિયા

GoAir to start Ahmedabad-Indore flight from December 20

Divyabhaskar.com

Dec 07, 2019, 03:06 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ અમદાવાદથી મધ્યપ્રદેશના ઇન્દોરને જોડતી સીધી નોનસ્ટોપ ફ્લાઈટ 20 ડિસેમ્બરથી શરૂ કરવાની જાહેરાત ગોએર દ્વારા કરવામાં આવી છે. આ ફ્લાઈટ ઇન્દોરથી સવારે તેમજ અમદાવાદથી સાંજે ઉપડશે. જેના પગલે બિઝનેસ મિટિંગ કે અન્ય કોઈ કામથી અવર જવર કરતા લોકો દિવસ દરમિયાન જ કામ પતાવી પરત ફરી શકશે.

ફ્લાઈટ ઇન્દોરથી સવારે 7.50 વાગે ઉપડી 9.00 વાગે અમદાવાદ પહોંચશે. આ ફ્લાઈટનું ભાડું 1921 રૂપિયા નક્કી કરાયું છે. એ જ રીતે, ફ્લાઈટ G8 769 અમદાવાદથી સાંજે 3.35 વાગે

ઉપડી 5.00 વાગે ઇન્દોર પહોંચશે. આ ફ્લાઈટનું ભાડું 1958 રૂપિયા રહેશે.

X
GoAir to start Ahmedabad-Indore flight from December 20

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી