તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઉજવણી:‘પરંપરા જાળવવા માટે દિવાળી વેકેશન 12મી નવેમ્બરથી આપો’

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રિન્સિપાલ એસો.નો શિક્ષણ વિભાગને પત્ર

દિવાળી વેકેશન છઠ્ઠીની જગ્યાએ 12 નવેમ્બરથી આપવાની માંગ આચાર્યો દ્વારા કરાઇ રહી છે. કારણ કે, 12 નવેમ્બરથી દિવાળી વેકેશન અપાશે તો ગુજરાતી સમાજની પરંપરા જળવાય રહેશે અને તહેવારની ઉજવણી સારી રીતે કરી શકશે. તે સાથે કોલેજોનું આંતરિંક મૂલ્યાંકન પણ દિવાળી પહેલા જ પૂર્ણ થઈ જશે. ગુજરાત સ્ટેટ કોલેજ પ્રિન્સિપાલ એસોસિએશને શિક્ષણ વિભાગને પત્ર લખીને જણાવ્યું છે કે ગુજરાતી સમાજમાં દિવાળીના તહેવારની ઉજવણી ધનતેરસથી શરૂ કરી લાભ પાંચમ સુધી કરાતી હોય છે. જેને ધ્યાને રાખી દિવાળી વેકેશન વાઘબારસથી અપાતું હોય છે. જો કે, આ વખતે કોરોના વાયરસના કહેરને પગલે દિવાળી વેકેશન 21ની જગ્યાએ 13 જ દિવસનું અપાયું છે એટલે કે એકેડેમિક કેલેન્ડરમાં 6થી 18 નવેમ્બર સુધીનું અપાયું છે.

પણ આ વખતે દિવાળી 14 નવેમ્બરે છે અને 6 નવેમ્બરથી કોઈ પણ તહેવાર શરૂ થતો ના હોવાથી વિદ્યાર્થી, વાલી, ટિચિંગ અને નોન-ટિચિંગ સ્ટાફ સહિત કોઇને પણ લાભ થતો નથી. જેથી ગુજરાતી સમાજની પરંપરા જાળવીને દિવાળી વેકેશન 6થી 18 નવેમ્બરની જગ્યાએ 12થી 24 નવેમ્બર દરમિયાન અપાય, તેવી માંગ છે. જો આમ થશે તો દિવાળી પહેલા જ કોલેજો આંતરિક મૂલ્યાંક પૂર્ણ કરી દેવા સાથે વિદ્યાર્થી, વાલી, ટિચિંગ અને નોન-ટિચિંગ સ્ટાફ સહિતના લોકો તહેવારની ઉજવણી સારી રીતે કરી શકશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો