પ્રોજેક્ટ / ગીરના આખલાનું સીમન USની ગાયોને આપી ગર્ભિત કરાશે, ગુજરાત અને કેલિફોર્નિયા વચ્ચે કરાર થશે

Gir's bull sperm will be impregnated with US cows, Gujarat and California sign agreement

  • કામધેનું આયોગના ચેરમેન મુજબ પ્રોજેક્ટ 3-4 મહિનામાં શરૂ થશે
  • આખલાના સીમનના એક ડોઝની કિંમત રૂ.5000 સુધી પહોંચશે

Divyabhaskar.com

Oct 21, 2019, 12:05 PM IST

અમદાવાદ: ગુજરાત ગીરના આખલાના સીમનના સેમ્પલ અમેરિકા મોકલવામાં આવશે. ગુજરાત અને અમેરિકાના કેલિફોર્નિયા રાજ્ય એક કરાર કરશે, જે અંતર્ગત જર્સી ગાયોને ગીરના આખલાના સીમનથી ગર્ભિત કરવામાં આવશે. રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરેમન વલ્લભ કથીરિયા મુજબ અમરેકિના કેલિફોર્નિયા અને ટેક્સાસના અધિકારીઓ અને પશુપાલકોને ગીર આખલાના સીમન ખરીદવામાં રસ છે. જ્યારે કામધેનુ આયોગની ટીમ અમેરિકા ગઈ તો, ત્યાંના સંશોધનકર્તાઓએ ગીર ગાય પ્રત્યે ભારે રસ દાખવ્યો હતો. તેમણે જણાવ્યું કે એવી ગાયો જોઈએ છે જે લાંબા સમય સુધી ઉત્પાદક બની શકે. આ પ્રોજેક્ટનું અમલીકરણ આગામી ત્રણથી ચાર મહિનાની અંદર શરૂ થઈ જશે.

સીમના એક ડોઝની કિંમત 1થી 5 હજાર સુધીની હશે

વલ્લભ કથીરિયા જણાવ્યું હતું કે, ભારતીય ગાયોમાં રોગપ્રતિકારક ક્ષમતા વધારે હોવાથી તેનો નિભાવ ખર્ચ પણ ઓછો હોય છે. જો અમેરિકાએ તેમની ગાયોને ભારતીય આખલાના સીમનથી ગર્ભાધાન કરાવવાનું શરૂ કરશે તો તે ગાય આધારિત અર્થતંત્ર માટે બજારો પણ ખોલવામાં આવશે. સીમનના એક ડોઝની કિંમત આશરે 1 હજારથી 1500 રૂપિયા સુધીની હશે અને જો તેમના વાછરડાં મજબૂત થાય છે તો સીમનના એક ડોઝની કિંમત 5 હજાર રૂપિયા સુધી પહોંચશે.

ત્રીજી જેનરેશન બાદ સંપૂર્ણ રીતે ભારતીય ગાય બની જશે

કથીરિયા મુજબ ત્રણકે ચાર જનરેશન પછી, જર્સી ગાયો કે જે એ-વન દૂધ આપે છે. તે સંપૂર્ણ રીતે ભારતીય દેશી ગાયોમાં ફેરવાઈ જશે જે A-2 દૂધ આપે છે. પહેલી જેનરેશનમાં 50 ટકાનું પરિવર્તન આવશે, જે બીજી જેનરેશન સુધીમાં 87 ટકા સુધી જશે અને ત્રીજી જેનરેશનમાં તે 90 ટકા ભારતીય બની જશે.અને ત્યારબાદ સંપૂર્ણ રીતે ભારતીય ગાયોમાં ફેરવાઈ જશે.

X
Gir's bull sperm will be impregnated with US cows, Gujarat and California sign agreement

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી