રાજકોટ / બાબરાના શ્રમિક પરિવારની બાળકીનું અપહરણ કર્યાં બાદ દુષ્કર્મ, 24 કલાકમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી

  • બાળકીએ આપવીતી પરિવારને જણાવતા પોલીસ ફરિયાદ નોંધાઇ
  • બે માસનો ભાઇ રડતાં દાદા જાગી ગયા, પૌત્રીને ન જોતા શોધખોળ હાથ ધરી
  • પોલીસે 24 કલાકમાં જ આરોપીને ઝડપી પાડ્યો

Divyabhaskar.com

Dec 01, 2019, 04:20 AM IST

રાજકોટઃ રાજકોટના 80 ફૂટ રોડ ઉપર બાબરાના શ્રમિક પરિવારની 8 વર્ષની દીકરીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાના 24 કલાકમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવીની મદદથી આરોપી હરદેવ માંગરોળિયાને ઝડપી પાડ્યો છે. સીસીટીવીમાં અપહરણકાર બાળકીને લઇને જતો દેખાય છે અને બાળકી દોડીને ઝૂંપડા બાજુ જતી સ્પષ્ટ દેખાય છે. જેને આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.
પોલીસે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધ્યો
બાબરાનો શ્રમિક પરિવાર રાજકોટ શહેરના 80 ફુટના રોડ ઉપર ઝૂંપડામાં સૂતો હતો, તે સમયે તેમની દીકરીનું અજાણ્યા શખ્સે અપહરણ કર્યું હતું. અપહરણકારે બાળકીને 80 ફૂટ રોડ ઉપર આવેલા નાળા નીચે લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. અને બાળકીના શરીરના ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે બાળકીને તેના ઝૂંપડાથી દુર મૂકી ભાગી છૂટ્યો હતો. આ સમયે બાળકી રડવા લાગી હતી. અને પોતાના પરિવાર પાસે પહોંચી ગઇ હતી અને તેની સાથે બનેલી તમામ ઘટના પરિવારને જણાવી હતી. જેથી શ્રમિક પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
પોલીસે આરોપીને પકડવા જુદી-જુદી ટીમો બનાવી
બાળકીના અપહરણ બાદ દુષ્કર્મના મામલાની ગંભીરતાને પગલે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. અને શ્રમિક પરિવારની ભોગ બનનાર દીકરીને ન્યાય અપાવવા રાજકોટ પોલીસ કટીબદ્ધ હોવાની વાત કરી હતી. પોલીસે આરોપીને પકડવા જુદી-જુદી ટીમો બનાવી છે. અને શંકાસ્પદ ઈસમોની અટકાયત કરીને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
સીસીટીવીમાં નરાધમ બાળકને લઇ જતો દેખાયો
પોલીસે મેળવેલા સીસીટીવી ફૂટેજમાં રાત્રે 11:21 વાગ્યે નરાધમ બાળકીને ઉઠાવીને લઇ જતો દેખાય છે. અને રાત્રે 12:09 વાગ્યે બાળકી દોડીને પરત પોતાના પરિવાર પાસે જાય છે. પોલીસે આરોપીને શોધવા માટે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે.

સ્વજનોને જોયા છતાં બાળકી બુમ ન પાડી શકી
પરિવારજનો રીક્ષા લઇને બાળકીને શોધવા માટે નીકળ્યા હતા, ત્યારે બાળકીનું મોઢુ હવસખોરે દબાવી દીધું હતું. જેથી તે સ્વજનોને જોયા છતાં બૂમ પાડી શકી ન હતી. દર વર્ષે આ પરિવાર મજૂરીએ આવે છે. હાલ એક મહિનાથી આવ્યો છે.

મોબાઇલની લાઇટ કરી નરાધમે કૃત્ય આચર્યું
બાળકીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, તેને ઉઠાવીને પુલિયા પાસે લઇ ગયો ત્યાં સુધી તેને જાણ નહોતી તે નિદ્રામાં જ હતી, પરંતુ પુલિયા નીચે ગોદડામાં ઘા કર્યો ત્યારે તે જાગી ગઇ હતી, ત્યારબાદ આ શખ્સે પોતાની પાસે રહેલા મોબાઇલની લાઇટ કરી અને તે લાઇટના અજવાળે કૃત્ય આચર્યું હતું.

મોબાઇલ લોકેશન પર પોલીસ તપાસ કેન્દ્રિત
દુષ્કર્મ આચરતી વખતે શખસે મોબાઇલની લાઇટ ચાલુ કરી હતી, આરોપી પાસે મોબાઇલ હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે ઘટના વખતે એ વિસ્તારના મોબાઇલ લોકેશનમાં આવતા મોબાઇલ નંબરોની વિગતો મેળવવાની શરૂ કરી હતી. ઘટના સમય આસપાસ અનેક લોકો પસાર થયા હોય મોબાઇલ નંબરની મોટી વિગતો પોલીસને હાથ આવશે અને તેમાંથી કેટલાક ચોક્કસ નંબર તારવી તપાસ કરાશે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.

માતાની ફરિયાદના આધારે ફરિયાદ નોંધાઇ
થોરાળા પોલીસે આ ઘટનામાં ભોગ બનેલી બાળાની માતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂદ્ધ આઇપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ (એ-બી), ૫૦૬ (૨), પોકસોની કલમ ૪, ૬ તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ અપહરણ કરીને પુલીયા નીચે અવાવરૂ જગ્યાએ લઇ જઇ છરી બતાવી મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજારવાનો ગુનો નોંધ્યો છે.
કૌટુંબિક દાદાએ કૌટુંબિક પુત્રી સાથે શારીરિક અડપલા કર્યાં હતા
ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલા જ કૌટુંબિક દાદાએ કૌટુંબિક પુત્રી સાથે શારીરિક અડપલા કર્યાંની ઘટના બની હતી. જેમાં મહિલા પોલીસે કૌટુંબિક દાદાની ધરપકડ પણ કરી હતી, ત્યારબાદ હવે રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપરણ અને દુષ્કર્મની ઘટના બની છે.

મા..મા.. મારો હાથ ન છોડતી, મને મારશે...
અમે બાબરા પંથકના વતની છીએ, એકાદ મહિનાથી હું, મારા પતિ, જેઠ, સસરા, દિયર, મારા બે પુત્ર અને ત્રણ પુત્રી સહિતનો પરિવાર રાજકોટ આવ્યા હતા અને મનપાના બગીચામાં ઝૂંપડું બાંધીને રહેતા હતા. રાત્રે નવેક વાગ્યે અમે પથારી પાથરીને સૂઇ ગયા હતા મારી બાજુમાં મારો બે વર્ષનો પુત્ર અને બીજીબાજુ આઠ વર્ષની પુત્રી સૂતા હતા, રાત્રે 11.15 વાગ્યે જાગી ત્યારે મારી 8 વર્ષની બાળકી નજરે પડી નહોતી અને તેનું ગોદડું પણ નહોતું. મેં પરિવારના તમામ સભ્યોને જગાડ્યા હતા. અમે આજુબાજુમમાં તપાસ કરીને ઝૂંપડાં તરફ આવતા હતા ત્યારે રસ્તામાં અમારી પુત્રી એક ભાઇ સાથે ઊભી નજરે પડી હતી. પુત્રી પાસે પહોંચ્યા ત્યારે તે રડતી હતી, તે ગભરાઇ ગયેલી હતી, મેં એને કહ્યું કે રડ માં તને કોઇ મારશે નહીં, તેણે જણાવ્યું કે પુલિયા નીચે એક શખ્સે એક હાથે બાળકીના મોઢે ડૂમો દઇ દુષ્કર્મ આચર્યું હતું. અમે તાત્કાલિક પોલીસ સ્ટેશને ગયાં હતાં.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી