13 વર્ષ બાદ મહેસાણાવાસીઓને પરા તળાવની ભેટ, આજે નીતિન પટેલના હસ્તે લોકાર્પણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2007માં કામ શરૂ થયું ત્યારે ખર્ચનો અંદાજ રૂ.3 કરોડ હતો,પૂરું ત્યારે 7 રૂ.કરોડે પહોંચ્યો - Divya Bhaskar
2007માં કામ શરૂ થયું ત્યારે ખર્ચનો અંદાજ રૂ.3 કરોડ હતો,પૂરું ત્યારે 7 રૂ.કરોડે પહોંચ્યો
  • નાયબ મુખ્યમંત્રીના હસ્તે પાલિકાના રૂ.20.40 કરોડના 6 વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

મહેસાણા: મહેસાણા શહેરની મધ્યે એક સમયે ગંદુ ગોબરું ભાસતંુ 950 મીટર ઘેરાવામાં પથરાયેલું પરા તળાવ 13 વર્ષના લાંબા અંતરાલ બાદ સ્વામી વિવેકાનંદ લેકના નવા નામે તૈયાર થઇ ગયું છે. લીલીછમ લોન આચ્છાદિત આ તળાવનું 2007માં કામ શરૂ થયું ત્યારે રૂ.3 કરોડ ખર્ચ અંદાજાયો હતો,પરંતુ કામમાં આવેલા અંતરાયોને કારણે આજે કામ પૂરું થયું ત્યારે ખર્ચનો આંકડો 7 કરોડને આંબી ગયો છે. પ્રથમ તબક્કે 80 લાખ ખર્ચ પછી કામ ઠપ થઇ ગયું હતું, જેના વર્ષો બાદ 2016માં ફરી કામ આરંભાયું. જે નગરપાલિકાના શતાબ્દી વર્ષના પ્રારંભે શહેરીજનો સહેલગાહ કરી શકે તે રીતે તૈયાર થઇ ગયું છે. જેને રવિવારે નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...