તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

એલાન:શુક્રવારે GIDC ઔદ્યોગિક વસાહત બંધનું એલાન

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંગઠન પ્રમુખ અને મંત્રીના કારખાના સીલ કર્યાના વિરોધમાં નિર્ણય નગરપાલિકાએ વેરા વસુલાતની ખોટી કાર્યવાહી કર્યાનો આક્ષેપ

ભુજ નગરપાલિકાએ મંગળવારે જીઆઇડીસીના ઔદ્યોગિક એકમો પાસેથી પ્રોપર્ટી ટેક્સ વસુલાતની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં સંગઠન પ્રમુખ અને મંત્રીના કારખાના સીલ થયા છે. જેના વિરોધમાં પ્રમુખે ભુજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોને શુક્રવારે વેપાર ઉદ્યોગ બંધ રાખવા એલાન કર્યો છે. આમ, વિવાદ સમવાને બદલે વધુ વકરે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.ભુજ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે શુક્રવારે બંધના એલાનને રવિવારે નિર્ણય લીધો છે, જેમાં જણાવાયું છે કે, ભુજ નગરપાલિકાના ખોટાવેરા વસુલાત માટે આપણી જી. આઈ. ડી. સી. ઔદ્યોગિક વસાહત પ્રમુખ અને મંત્રીના કારખાનાને ખોટી રીતે સીલ કર્યા છે. તેના વિરોધમાં 23મી ઓકટોબરે સંપૂર્ણ જી. આઇ. ડી. સી. ઔદ્યોગિક વસાહતના ઉધોગ અને વેપાર બંધનું એલાન આપ્યું છે, તેમાં દરેક મેમ્બરએ જોડાવવું. અત્રે નોંધનીય છે કે જીઆઇડીસી ઔદ્યોગિક વસાહત પાલિકાની હદમાં આવતી નથી. તેવા કારણોસર ટેક્સ બાબતેના વિવાદનો અંત હજુ સુધી આવ્યો નથી.

પાલિકાના હદમાં જીઆઈડીસી ન હોવાનો દાવો
ભુજ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના હોદ્દેદારોનો દાવો છે કે, ભુજ નગરપાલિકાના હદમાં જી.આઈ.ડી.સી. ઔદ્યોગિક વસાહત આવતી નથી. નગરપાલિકાએ રજુ કરેલા દસ્તાવેજોમાં ક્યાંય જીઆઇડીસીની ઔદ્યોગિક વસાહતના સમાવેશનો ઉલ્લેખ નથી. તો એ કયા આધારે મિલકત વેરો વસુલે છે. જોકે, કલેક્ટર, જીઆઈડીસીના રિજનલ મેનેજર અને ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારીનું કહેવું છે કે, 1980માં જીઆઈડીસીના ઔદ્યોગિક એકમો સ્થપાયા ત્યારે ભુજ પાલિકાની હદમાં ન હતા. પરંતુ, 2001ની 26મી જાન્યુઆરીના ભૂકંપ બાદ ભુજ શહેરની હદ વધારી દેવાઈ છે. સર્વે નંબરના આધારે ભુજ નગરપાલિકાની હદ નક્કી થઈ છે, જે સર્વે નંબર નગરપાલિકાની હદમાં બોલે છે. એ સર્વે નંબરમાં જીઆઈડીસીની ઔદ્યોગિક વસાહત આવી જાય છે, જેથી ભુજ નગરપાલિકા મિલકત વેરો વસુલી શકે છે.

સમિતિની રચના કરાઇ પરંતુ 6 દિવસ બાદ પણ સહમતી નહીં
ભુજ પાલિકા અને જીઆઈડીસીના હોદેદારો વચ્ચે મંગળવારે વિવાદ થયો હતો. જેને રવિવારે છઠ્ઠો દિવસ થઈ ગયો હતો અને આજે સોમવારે સાતમો દિવસ છે. પરંતુ, સમિતિ બંને પક્ષે સહમતી સાધી શકી નથી. બાકી કલેકટરે સ્પષ્ટ કહી દીધું છે કે, વેરા ભરી દો.વર્ષોથી નોટિસ બાદ સીલની કાર્યવાહી : ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ ભુજ નગરપાલિકાના ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ હિતેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જીઆઈડીસી ઔદ્યોગિક વસાહતનો 2008થી મિલકત વેરો ચડત છે. વર્ષોથી નોટિસ વ્યવહાર ચાલે છે. આમ છતાં વેરો ભરાયો નથી, જેથી ન છૂટકે સીલની કાર્યવાહી કરી છે. તાત્કાલિક સીલની કાર્યવાહી હાથ ધરાઈ જ નથી.

વાદ વિવાદની વીડિયો ક્લિપ વાયરલ થઈ હતી
ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી મંગળવારે જી. આઈ. ડી. સી.ના પ્રમુખ અને મંત્રી પાસે પ્રોપર્ટી ટેક્સ ભરી દેવા જણાવ્યું હતું, જેમાં પ્રમુખ અરવિંદ ઠક્કર અને મંત્રી વ્યાસ ઉશ્કેરાઈ ગયા હતા. એક તબક્કે મુખ્ય અધિકારીને અરૂચિકર વાક્ય કહેવાતા મુખ્ય અધિકારી ઊભા થઈ ગયા હતા. બંને પક્ષે ઉગ્ર બોલાચાલીની એ વીડિયો ક્લિપ વાયરલ થઈ ગઈ હતી, જેમાં કોણ શું બોલે છે. એ સ્પષ્ટ જોવા સાંભળવા મળે છે.
પ્રાંત અધિકારી ધસી ગયા હતા
મુખ્ય અધિકારી નીતિન બોડાતે બંનેના કારખાનાના મુખ્ય પ્રવેશદ્વારને સીલ કર્યા બાદ વિવાદ વકર્યો હતો અને મામલો પ્રાંત અધિકારી મનીષ ગુરવાણી સુધી પહોંચતા પ્રાંત અધિકારી સ્થળ ઉપર ધસી ગયા હતા.
ઉકેલ માટે સમિતિ પણ રચાઈ
સમગ્ર મામલો કલેકટર કચેરીએ પહોંચ્યા બાદ મંગળવારે મોડી રાત સુધી મામલતદાર કચેરીમાં બંને પક્ષોને સાથે રાખી બેઠક યોજાઈ હતી. જે બાદ ઉકેલ માટે પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીના અધ્યક્ષ સ્થાને સમિતિ રચાઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો