યુએસએ / ચરોત્તર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ - એટલાન્ટા દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો

Get together by Charotar Moti Sattavis Leuva Patidar Atlanta

Divyabhaskar.com

Nov 11, 2019, 05:31 PM IST

એટલાન્ટા (રુચિતા પટેલ દ્વારા): ચરોત્તર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ- એટલાન્ટા દ્વારા હાલમાં સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્નેહ મિલન કાર્યક્રમમાં 600થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. હાલના કોંગ્રેસવુમન અને જ્યોર્જિયા સીટ પરથી યુએસ કોંગ્રેસ રેપ્રિઝેન્ટટિવની ફરી ચૂંટણી લડી રહેલા કેરેન હેન્ડેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભારતીય સમુદાયના ઈશ્યૂ અંગે કામ કરવાનું વચન પણ આપ્યું હતું.

અશોકભાઈ પટેલ, પ્રેસિડન્ટ જયંતીભાઈ પટેલ અને ચેરવુમન નિશાબેન પટેલે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. બાદમાં યુવાનોની ટીમે બોલિવૂડ સોંગ પર ડાન્સ પર્ફોમન્સ આપ્યા હતા. આ તકે હાઈ-સ્કૂલ અને કોલેજના તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. છેલ્લે ડીનરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ તકે ફેડરેશન ઓફ ઈન્ડિયન-અમેરીકન એસોસિએશન ઓફ જ્યોર્જિયા (એફઆઈએ)ના પ્રેસિડન્ટ ડૉ. વાસુદેવ પટેલ, ગોકુલધામ હવેલીના સેક્રેટરી તેજસ પટવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

X
Get together by Charotar Moti Sattavis Leuva Patidar Atlanta
Get together by Charotar Moti Sattavis Leuva Patidar Atlanta
Get together by Charotar Moti Sattavis Leuva Patidar Atlanta
Get together by Charotar Moti Sattavis Leuva Patidar Atlanta
Get together by Charotar Moti Sattavis Leuva Patidar Atlanta
Get together by Charotar Moti Sattavis Leuva Patidar Atlanta
Get together by Charotar Moti Sattavis Leuva Patidar Atlanta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી