વિસ્તરણ / જર્મનીની પર્સનલ કેર કંપની નિવિયાએ સાણંદ પ્લાન્ટમાં ઉત્પાદન ક્ષમત બમણી કરી

ફોટોમાં ડાબેથી બાયર્સડોર્ફના પરમેશ્વરન ઐયર, એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર રેમન મર્ટ અને નિવિયા ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર નિલ જ્યોર્જ પ્રોડક્ટ બતાવતા નજરે પડે છે
ફોટોમાં ડાબેથી બાયર્સડોર્ફના પરમેશ્વરન ઐયર, એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર રેમન મર્ટ અને નિવિયા ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર નિલ જ્યોર્જ પ્રોડક્ટ બતાવતા નજરે પડે છે

  • ઉત્પાદન ક્ષમત વધારવા કંપનીએ રૂ. 150 કરોડના રોકાણ કર્યું
  • કંપની જરૂર મુજબ  ભવિષ્યમાં તબક્કાવાર રોકાણ વધારશે

Divyabhaskar.com

Jun 21, 2019, 07:03 PM IST

અમદાવાદ: જર્મનીની બાયર્સડોર્ફ ગ્લોબલ એજી કંપનીની સ્કીન અને પર્સનલ કેર કંપની નિવિયા ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડે ગુજરાતમાં અમદાવાદ નજીક સાણંદ ખાતે આવેલા પોતાના ઉત્પાદન એકમની ક્ષમત બમણી કરી હતી. આ માટે કંપનીએ અંદાજે રૂ. 150 કરોડનો ખર્ચ કર્યો હતો. 2015માં શરુ થયેલા આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વિસ્તરણ બાદ 24 કરોડ પીસ થઇ છે જે અગાઉ 10 કરોડ પીસ હતી. કંપનીના જણાવ્યા પ્રમાણે સાણંદ પ્લાન્ટમાં જે ઉત્પાદન થઇ રહ્યું છે તેમાંથી 90%થી વધુ ખપત ભારતીય બજારમાં થાય છે. આ ઉપરાંત કંપની રશિયા અને સાઉથ આફ્રિકામાં લીપ બામની નિકાસ કરે છે. આગળ જતા ગુજરાતના પ્લાન્ટમાંથી કંપની નિકાસ વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. નિવિયા આ પ્લાન્ટ ખાતે બોડી કેર, સ્કીન કેર, ક્રીમ, એલોઇ બોડી લોશન અને ફેસ વૉશનું ઉત્પાદન કરવામાં આવે છે.

કંપની ગુજરાતમાં રૂ. 350 કરોડનું રોકાણ કરી ચુકી છે
નિવિયા ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર નિલ જ્યોર્જે જણાવ્યું હતું કે, અમે ભારતમાં રૂ. 850 કરોડના રોકાણ કરવાનું લક્ષ્ય ધરાવીએ છીએ જેમાંથી અત્યાર સુધીમાં અમે રૂ. 350 કરોડનું રોકાણ કરી ચુક્યા છીએ. આ રોકાણ મોટાભાગે ગુજરાતમાં સાણંદ ખાતે ઉત્પાદન એકમ બનાવવા માટે કરવામાં આવ્યું છે અને આવતા દિવસોમાં જરૂર મુજબ વધુ રોકાણ કરવામાં આવશે.

આગામી દિવસોમાં બજાર કરતા બમણો વિકાસ કરવાનું લક્ષ્ય
બાયર્સડોર્ફના ઇસ્ટ રિજનના સપ્લાય ચેઈનના વાઈસ પ્રેસિડેન્ટ પર્મેશ્વરન ઐયરે જણાવ્યું હતું કે, ભારતમાં સ્કીન અને પર્સનલ કેરનું માર્કેટ રૂ. 13,000 કરોડનું છે અને તેમાં અમે બીજા સૌથી મોટા પ્લેયર છીએ. આ બજાર 10-12%ના દરે વિકસી રહ્યું છે અને અગામી દિવસોમાં અમારો ધ્યેય પ્રથમ સ્થાને પહોચવાનો છે. આ માટે અમે બજાર કરતા બમણા દરે એટલે કે 20-22ના દરે ગ્રોથ કરવાનો અમારું લક્ષ્ય છે.

X
ફોટોમાં ડાબેથી બાયર્સડોર્ફના પરમેશ્વરન ઐયર, એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર રેમન મર્ટ અને નિવિયા ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર નિલ જ્યોર્જ પ્રોડક્ટ બતાવતા નજરે પડે છેફોટોમાં ડાબેથી બાયર્સડોર્ફના પરમેશ્વરન ઐયર, એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર રેમન મર્ટ અને નિવિયા ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર નિલ જ્યોર્જ પ્રોડક્ટ બતાવતા નજરે પડે છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી