પુણે / ઘરકામ કરનાર ગીતાનું વિઝિટિંગ કાર્ડ સોશિયલ મીડિયા પર વાઇરલ થયું, દેશભરમાંથી ઓફરનો વરસાદ થયો

Geeta Kale Visiting Card: Geeta Kale Visiting Card In Pune Bavdhan Goes Viral Online
Geeta Kale Visiting Card: Geeta Kale Visiting Card In Pune Bavdhan Goes Viral Online

  • ગીતા પાસે કામ ન હોવાથી તેને દુઃખી જોઈને માર્કેટિંગ મેનેજર ધનશ્રીને આ વિચાર આવ્યો હતો
  • ધનશ્રીએ 24 કલાકમાં 100 પ્રોફેશનલ વિઝિટિંગ કાર્ડ છપાવ્યાં 
  • હાલ લોકો ગીતાને ફોન કરીને કામની ઓફર કરી રહ્યા છે

Divyabhaskar.com

Nov 08, 2019, 02:33 PM IST
પુણે: હાલ જમાનો એવો થઈ ગયો છે કે, લોકોને તેમના સંબંધીઓના નંબર યાદ ન હોય પણ હાઉસ મેડ એટલે કે કામવાળા બહેનના નંબર ચોક્કસથી યાદ હોય છે. મહારાષ્ટ્રમાં પૂણે શહેરની રહેવાસી અને લોકોનાં ઘરના કામ કરીને ગુજરાન ચલાવનાર ગીતા કાળે હાલ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. તેનું વિઝિટિંગ કાર્ડ હાલ ઘણું વાઇરલ થઈ રહ્યું છે. ગીતાને કામ ન મળતું હોવાથી તે છેલ્લા ઘણા દિવસથી દુઃખી હતી , તેની પરિચિત અને માર્કેટિંગ સિનિયર ધનશ્રી શિંદેએ તેની મદદ કરી. ધનશ્રીએ ગીતાનું વિઝિટિંગ કાર્ડ બનાવ્યું, આજે દેશભરમાંથી ગીતાને કામ માટે ઓફર થઈ રહી છે.

પ્રોફેશનલ વિઝિટિંગ કાર્ડ જેવી ડિઝાઈન
ગીતા અને ધનશ્રીની આ સ્ટોરી અસ્મિતા જાવેડકરે શેર કરી છે. અસ્મિતા ધનશ્રીની મિત્ર છે. આ કાર્ડ પ્રોફેશનલ વિઝિટિંગ કાર્ડ જેવી જ ડિઝાઇન ધરાવે છે. તેમાં દરેક ઘરકામનો ઉલ્લેખ અને તેની સામે રૂપિયા પણ લખ્યા છે. ધનશ્રીએ માત્ર 24 કલાકમાં ગીતાનાં કુલ 100 વિઝિટિંગ કાર્ડ છપાવ્યાં છે. આ કાર્ડ તેણે નજીકની બિલ્ડીંગના વોચમેનને આપ્યા હતા.

ગીતાને કામનાં વધારે રૂપિયા આપવા લોકો તૈયાર છે
કાર્ડમાં ગીતાનો ફોન નંબર પણ લખ્યો છે. ગીતા જ્યાં જાય છે ત્યાં તેનું વિઝિટિંગ કાર્ડ આપીને આવે છે. ધનશ્રીના આ પ્રયત્નને લીધે ગીતા માટે નોકરી શોધવી સરળ બની ગઈ છે. લોકો ગીતાને કાર્ડમાં લખેલા રૂપિયા કરતાં પણ વધારે રૂપિયા આપવા તૈયાર છે.
X
Geeta Kale Visiting Card: Geeta Kale Visiting Card In Pune Bavdhan Goes Viral Online
Geeta Kale Visiting Card: Geeta Kale Visiting Card In Pune Bavdhan Goes Viral Online

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી