તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હોંગકોંગની SUV Icon કોરોના વાઇરસથી બચાવવામાં સક્ષમ, ગાડીનું એર ફિલ્ટર અને એસી વાઇરસનો નાશ કરે છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ વિશ્વભરમાં કોરોના વાઇરસને લઇને ભય ફેલાયેલો છે ત્યારે દેશ-વિદેશના લોકો અનેક પદ્ધતિઓથી આ વાઇરસનો નાશ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. એવામાં ઓટમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં હોંગકોંગની એક કંપનીએ દાવો કર્યો છે કે, તેની કાર કોરોના વાઇરસને મારી શકે છે. હોંગકોંગની ઓટોમોબાઇલ કંપની Geelyનો દાવો છે કે, તેની નવી SUV કોરોના વાઇરસથી લોકોને બચાવવામાં સક્ષમ છે. કંપનીનું કહેવું છે કે, Icon SUVમાં આપવામાં આવેલી એર ફિલ્ટરેશન સિસ્ટમ કારની અંદર વાઇરસ અને બેક્ટેરિયાના સૂક્ષ્મજીવોને પ્રવેશ કરતાં અટકાવે છે. આ COVID-19 વાઇરસને પણ રોકે છે. જો કે, અત્યાર સુધી એવું સાબતિ નથી થયું. પરંતુ કંપનીને તેની ટેક્નોલોજી પર વિશ્વાસ છે. 

કંપનીનું કહેવું છે કે, કારમાં લાગેલી એર પ્યૂરિફિકેશન સિસ્ટમ અને એર કન્ડિશનિંગ સિસ્ટમ સાથે મળીને કામ કરે છે. આ સિસ્ટમ કારમાં રહેલા બેક્ટેરિયા અને વાઇરસ સહિત તમામ પ્રકારના હાનિકારક તત્ત્વોનો નાશ કરે છે.

Geely Icon SUVને પહેલીવાર વર્ષ 2018ના બેઇજિંગ ઓટો શોમાં રજૂ કરવામાં આવી હતી. આ કારને અત્યાર સુધી 30 હજાર પ્રિ-બુકિંગ મળી ચૂક્યાં છે. વિશ્વભરની 5 ગ્લોબલ ડિઝાઇનને ધ્યાનમાં રાખીને આ કારની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ તેના સેગમેન્ટની પહેલી એવી કાર છે, જેમાં 48V માઇલ્ડ હાઇબ્રિડ સિસ્ટમ આપવામાં આવી છે. તેમાં 1.5 લિટરનું ટર્બો ચાર્જ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 184 bhp પાવર અને 255 Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે, તેની એવરેજ 17.5 kmpl છે. તેમજ, 0-100 kmphની સ્પીડ આ કાર ફક્ત 7.9 સેકંડમાં પકડી લે છે.

કારનું ઇન્ટિરિયર ખૂબ જ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેની અંદર 10.25 ઇંચની ટચસ્ક્રીનવાળી બે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. તેમાં કંપનીની GKUI Geely સ્માર્ટ ઇકો સિસ્ટમ આપવામાં આવી છે. તેમાં L2+ ઇન્ટેલિજન્ટ ડ્રાઇવિંગ ટેક્નોલોજી આપવામાં આવી છે, જે કારમાં લાગેલા 5 HD કેમેરા સાથે કામ કરે છે. આ કેમેરા કારના 360 ડિગ્રી વ્યૂને પણ સપોર્ટ કરે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો