તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સહાય:બનાસકાંઠાની ગૌશાળા-પાંજરાપોળોને ડિસેમ્બર સુધી સરકારી સહાય મળશે

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે 67 કરોડની સહાય ચૂકવી, વધુ 3 માસ માટે 100 કરોડ ખર્ચાશે
  • મુખ્યમંત્રીએ નિર્ણય જાહેર કર્યો, સંસ્થાઓની છ માસ માટે અરજ

બનાસકાંઠામાં ગાયોનું પાલન કરતી ગૌશાળા-પાંજરાપોળ સંસ્થાઓની કફોડી સ્થિતિ અને ગાયોની દયનીય દશાનો વિકટ પ્રશ્ન ઉકેલવા માટે સરકારે બુધવારે નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિન પટેલે જણાવ્યા અનુસાર સરકારે આગામી ડિસેમ્બર માસ સુધી આ ગૌશાળાઓ અને પાંજરાપોળોને સબસિડીના ધોરણે સહાય આપવાનું નક્કી કર્યું છે. જો કે સંચાલકોએ આ સહાય છ માસ સુધી આપવાનો આગ્રહ રાખ્યો હતો.

ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો ભૂતપૂર્વ મંત્રી અને બનાસકાંઠા ભાજપના નેતા શંકર ચૌધરી, ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા તથા દીયોદરના ધારાસભ્ય કિર્તિસિંહ વાઘેલાની હાજરીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મંગળવારે મળ્યા હતા. નીતિન પટેલે ખાતરી આપતાં ગૌશાલા-પાંજરાપોળ સંચાલકોનું આદોલન સમેટાયું હતું. અગાઉ બે મહિના માટે અપાયેલી સહાય માટે સરકારે 67 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આગામી ત્રણ મહિના માટે જે સહાય જાહેર કરાઇ છે તે મુજબ હવે 100 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને તે રકમ સીધી જ જે-તે સંસ્થાના બેંક અકાઉન્ટમાં જમા થશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો