તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે લોકાર્પણ:ગારિયાધારને મળશે આધુનિક સુવિધાયુક્ત એમ્બ્યુલન્સ

ગારિયાધાર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એડવાન્સ લાઇફ સપોર્ટ સિસ્ટમ, મલ્ટિ પેરા મોનિટર, કાર્ડિયાક સહિતની સુવિધાઓ હશે

ગારિયાધારના કે.જે. વાઘાણી સામુહિક આરોગ્ય કેન્દ્રને ગુજરાતની અતિ આધુનિક સુવિધા ધરાવતી સૌપ્રથમ એમ્બ્યુલન્સનું આજે વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયતના પટ્ટાંગણમાં લોકાર્પણ થશે.

આ અંગેની વિગતો આપતા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પરેશભાઇ ખેનીએ જણાવ્યુ કે આ એમ્બ્યુલન્સ ગુજરાતની સૌપ્રથમ એવી એમ્બ્યુલન્સ છે કે જેમાં ફોર્સ કંપની ફીટેડ એડવાન્સ લાઇફ સપોર્ટ સિસ્ટમ કામ કરી રહી છે. જેમાં મલ્ટી પેરા મોનિટર,કાર્ડિયાક ડી.કે.પ્રિવેન્ટીલેટર, જેનાથી કાર્ડિયાક એટેક ધરાવનાર દર્દીને લાઇફ સપોર્ટ સિસ્ટમ આપી શકાશે અને બાળકને પણ ભાવનગર સુધી પહોંચતા લાઇફ સપોર્ટ કરી શકાશે. શિરીષ પમ્પ અને સક્શન પમ્પ ઓક્સિઝન સપોર્ટ સાથેના આ એમ્બ્યુલન્સ્માં મુકવામાં આવ્યા છે. સ્પાઇન બોર્ડ સિસ્ટમ પણ તેમાં સામેલ છે.

ફોર્સ કંપની ફિટેડ આ એમ્બ્યુલન્સ ગુજરાતની સૌપ્રથમ છે. જેની કિંમત 33.76 લાખ છે.આ સમગ્ર સિસ્ટમને સમજવાં પેરામેડિકલ સ્ટાફના તજજ્ઞો ગારિયાધાર આવી તેની પુરતા ઉપયોગ કરવાની તાલીમ આપશે. આ એમ્બબ્યુલન્સ જિલ્લા આયોજન સમિતિ દ્વારા 14-76 લાખ,જિ.પં.સદસ્ય ગીતાબેન ખેનીની ગ્રાન્ટના 7 લાખ,જિ.પં.સદસ્ય ગોવિંદભાઇ મોરડીયાની ગ્રાન્ટ 3 લાખ, અને સાંસદ અમિબેન યાજ્ઞિક તથા નારણભાઇ રાઠવાના 9 લાખની ગ્રાન્ટનો સહયોગ મળ્યો છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં વિપક્ષી નેતા પરેશભાઇ ધાનાણી, સાંસદો અમિબેન યાજ્ઞિક, નારણભાઇ કાછડીયા, ધારાસભ્યો વિરજીભાઇ ઠુમ્મર, કેશુભાઇ નાકરાણી, અમરીશભાઇ ડેર, પ્રતાપભાઇ દુધાત, કનુભાઇ બારૈયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો