તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સૂચના:ગાંધીનગર તા. પં.ના નવા પ્રમુખ 19મી બાદ ચાર્જ લઇ શકશે

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની અલગ અલગ ચેમ્બર બનાવવાશે તેવી કોંગ્રેસમાં ચર્ચા: વિવિધ સૂચનાઓ અપાઈ

તાલુકા પંચાયતના ચુંટાયેલા કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના સદસ્યો આજરોજ પ્રમુખનો ચાર્જ લેવા ગાંધીનગર તાલુકા પંચાયતની કચેરી ખાતે આવ્યા હતા. જોકે પંચાયત ધારાના નિયમ મુબજ તારીખ 19મી, સપ્ટેમ્બર સુધી ચાર્જ લઇ શકો નહી તેમ ટીડીઓએ જણાવતા સદસ્યો જતા રહ્યા હતા. જોકે ઉપપ્રમુખની અલગથી ચેમ્બર બનાવવામાં આવશે તેવી ચર્ચા કોંગ્રેસના સદસ્યોમાં ચર્ચા જોવા મળતી હતી.

અઢી વર્ષ પછી ગત 15મી, સપ્ટેમ્બરે મળેલી સભામાં ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ગોપાળજી ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે સુરેશભાઇ પટેલ ચુંટાઇ આવ્યા છે. આથી આજરોજ કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ ચાર્જ લેવા ગાંધીનગર તાલુકા પંચાયતની કચેરી ખાતે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર તાલુકા પંચાયતના અગાઉના પ્રમુખનું સભ્યપદ રદ થતાં ઉપપ્રમુખે પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો. આથી પ્રમુખનો ચાર્જ લેવા ગયા તો પ્રમુખનો ચાર્જ સંભાળતા ઉપપ્રમુખે ચાર્જ તમને તારીખ 19મી સુધી નહી મળે તેમ જણાવ્યું હતું. આથી કોંગ્રેસના ચુંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત સદસ્યો તાલુકા વિકાસ અધિકારીને મળ્યા હતા.

જોકે તાલુકા વિકાસ અધિકારી જી.એ.ધાંધલિયાએ પંચાયત ધારા મુજબ તારીખ 19મી, સપ્ટેમ્બરના મધ્યરાત્રીના 12 કલાક સુધી ઉપપ્રમુખના હસ્તક જ ચાર્જ રહેશે. ત્યારબાદ નવા ચુંટાયેલા પ્રમુખ ચાર્જ લઇ શકશે તેમ સમજાવતા કોંગ્રેસના નવા ચુંટાયેલા પ્રમુખ સહિતના સદસ્યો જતા રહ્યા હતા. પરંતુ ઉપપ્રમુખ માટે નવી ચેમ્બર બનાવવા સહિતની સુચનાઓ આપી હતી. જોકે કોંગ્રેસના સદસ્યો સાથે વાત કરતા જણાવ્યું છે કે નવા ચુંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખ તારીખ 21મી સપ્ટેમ્બરના રોજ ચાર્જ સંભાળશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો