તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:ગાંધીધામના ટ્રાન્સપોર્ટરે પૈસા વસૂલી માટે બે ટ્રક ચાલકોને બાનમાં લીધા

ગાંધીધામ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભંગાર ભરેલી બે ટ્રક રાખી ચાલકોને 10 દિવસે મુક્ત કરાયાની ફરિયાદ

અંજારના વરસાણા પાસે રૂ.45 લાખનો એલ્યુમિનિયમનો ભંગાર લઇને જતી બે ટ્રક રોકી બન્ને ગાડી અને ચાલકોને જબરજસ્તી ઉઘરાણી માટે બાનમાં લેનાર ગાંધીધામના ટ્રાન્સપોર્ટર અને બે અજાણ્યા ઇસમો સામે કંપનીના મેનેજરે ફરિયાદ નોંધાવી છે.

મીઠીરોહર ખાતે આવેલી ટેનેરોન કંપનીના મેનેજર યોગેશભાઇ મુકુંદભાઇ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમની કંપની ઓર્ડર મુજબ એલ્યુમિનિયમનો ભંગાર સપ્લાય કરવાનું કામ કમિશન ઉપર કરે છે. તા.20/8 ના તેમની કંપનીના ચાલક જિતેન્દ્રભાઇ વિજયબહાદુર પાંડે કંપનીમાંથી ટ્રકમાં એલ્યુમિનિયમનો રૂ.13,03,980 ની કિંમતનો ભંગાર ભરીને સુરેન્દ્રનગર જવા નિકળ્યા હતા. આ ટ્રક વરસાણા ચોકડી પાસે પહોંચી ત્યારે એચ.ટી લોજિસ્ટિકના માલિક હર્બન શર્મા તથા તેમની સાથે બે અજાણ્યા ઇસમોએ ટ્રક રોકી અને ચાલક જિતેન્દ્રભાઇને કહ્યું હતું કે ટ્રક અમે કહીઅખે ત્યાં રખાવી દો કેમકે તમારી કંપની પાસેથી અમારા ટ્રાન્સપોર્ટના રૂપિયા લેવાના બાકી નિકળે છે. પૈસા મળ્યા બાદ જ મુક્ત કરાશે કહી ગાંધીધામના ભવાની પાર્કિંગમાં ગાડી રખાવી દીધી હતી. આ બાબતે ટ્રક ચાલક જિતેન્દ્રભાઇએ કંપનીની હેડ ઓફિસ જાણ કરતાં આ બાબતે ગાંધીધામ બી-ડિવિઝન ફરિયાદ કરવા ગયા ત્યાં આ ઘટના અંજારની હોઇ ત્યાં નોંધાશે તેવું જણાવતા ત્યાં ફરિયાદ અરજી કરી હતી. ત્યારબાદ તા.23/8ના બપોરે તેમનીકંપનીમાંથી રૂ.12,19,520 ની કિંમતનો એલ્યુમિનિયમનો ભંગાર ભરેલી બીજી ટ્રક લઇ રવિપ્રકાશ રામપાલ પાંડે સુરેન્દ્રનગર જવા નિકળ્યો હતો તેને પણ એચ.ટી લોજિસ્ટિકના માલિક હર્બન શર્મા અને બે અજાણ્યા ઇસમોએ વરસાણા ચોકડી પાસે રોકી ગાંધીધામ ભવાની પાર્કિંગમાં રામખી બન્ને ચાલકોને 10 દિવસ સુધી ગોંધી રાખી જબરજસ્તી પૈસાની વસૂલી કરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો