તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રેલવેનું અનલોક શરુઃ:600 પ્રવાસી સાથે ગાંધીધામ-ખુર્દા રોડ ટ્રેન રવાના, લોકડાઉન બાદ રેલવે યાતાયાત સામાન્ય કરવા પ્રથમ પગલું

ગાંધીધામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરેક પ્રવાસીને માસ્ક અપાયા
  • 6 મહિના બાદ દોડી નિયમિત પ્રવાસી ટ્રેન

લોકડાઉન બાદ પ્રથમ વાર રેલવે વ્યવહાર ને સામાન્ય કરવા માટે પ્રથમ જે ટ્રેનોને શરુ કરવાની જાહેરાત કરાઈ હતી, તેમાની એક ગાંધીધામ ખુર્દારોડ વિશેષ ટ્રેન 600 પ્રવાસીઓ સાથે ગાંધીધામ રેલવે મથકેથી બુધવાર ના રાત્રે 11 કલાકે રવાના થઈ હતી. આ પહેલા ગાંધીધામના આખા રેલવે સ્ટેશનને સેનેટાઈઝ કરાયું હતું. આ ટ્રેનમાં વચ્ચે સ્ટોપને ઘટાડીને 23 કરાયા છે, જેમાં ગાંધીધામ બાદનું પ્રથમ સ્ટોપ વિરમગામમાં અપાશે.

કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં રેલવે વ્યવહાર લાંબા સમય સુધી ઠપ્પ રહેવા પામ્યો હતો. જે ગાળામાં પગપાળા ઘરે જવા મજબૂર બનેલા શ્રમિકોનો પ્રશ્ન સામે આવતા ત્યારબાદ 15 જેટલી વિશેષ ટ્રેનો ગાંધીધામથી દેશના વિભિન્ન સ્થળો સુધી ચલાવાઈ હતી. તો આ તમામ સમયગાળા દરમ્યાન દેશભરમાં મીઠુ, કોલસા, ખાતર, પોર્ટના કાર્ગો સહિતનો જરુરી માલસામાનનો માલગાડીઓ મારફત સપ્લાય સતત ચાલુ રહ્યો હતો. પરંતુ આ સીવાયની નિયમિત ચાલતી પ્રવાસીઓ ટ્રેનો સદંતર બંધ રહી હતી. કેંદ્ર સરકારે અનલોકની પ્રક્રિયાના ચોથા તબક્કામાં અને રેલવે સંલગ્ન પ્રથમ તબક્કામાં માત્ર ત્રણ ટ્રેનોને સાપ્તાહિક ચલાવવાની જાહેરાત કરી, જેમાં ગાંધીધામથી ખુર્દા રોડ અને ખુર્દા રોડ થી ગાંધીધામ ટ્રેનનો પણ સમાવેશ થાય છે. જેને બુધવારના રાત્રે ગાંધીધામ સ્ટેશનથી રવાના કરાઈ હતી. સ્ટેશન માસ્ટર સત્યેંદ્ર યાદવે સોશિયલ ડીસ્ટંસ, ટેમ્પરેચર ચેકિંગ સહિતના માર્ગદર્શિકા અનુસારના નિયમોનું પાલન કરાયાનું જણાવ્યું હતું. 600 જેટલા પ્રવાસીઓએ આ ટ્રેન માં સવાર થયા હતા, જે દરેકને રાઉન્ડ ધ ટેબલ સંસ્થાના સહયોગથી માસ્ક વિતરણ પણ કરાયું હતું.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો