શાઓમી / 16 ઓક્ટોબરે ભારતમાં ગેમિંગ ફોન રેડમી નોટ 8 પ્રો લોન્ચ થશે, ફોટોગ્રાફીમાં માટે 64MPનો કેમેરા મળશે

Gaming smartphone Redmi Note 8 Pro will be launched on October 16

  • આ ફોનમાં 4500 mAhની બેટરી છે
  • કંપનીએ આ ફોન ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે
  • ચીનમાં આ ફોનના પ્રથમ સેલ દરમિયાન જ 3 લાખ યુનિટ્સ વેચાઈ ગયા હતા

Divyabhaskar.com

Oct 10, 2019, 11:36 AM IST

ગેજેટ ડેસ્ક: ચીનની કંપની શાઓમી 16 ઓક્ટોબરે ભારતમાં 64 મેગાપિક્સલનો રેડમી નોટ 8 પ્રો સ્માર્ટફોન લોન્ચ કરશે. શાઓમી ઇન્ડિયાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ઓગસ્ટ મહિનામાં આ ફોન ચીનમાં લોન્ચ થઈ ચૂક્યો છે. આ ફોનમાં કેમેરા સિવાય 4500 mAhની બેટરી છે. બુધવારે કંપનીએ ભારતમાં મિડરેન્જ સ્માર્ટફોન રેડમી 8 લોન્ચ કર્યો છે. આ ફોનની શરૂઆતની કિંમત 7,999 રૂપિયા છે. આ ફોનની ખાસ વાત એ છે કે તેમાં 5000 એમએએચની બેટરી છે.

ગેમિંગ માટે રેડમી નોટ 8 પ્રો સ્માર્ટફોનમાં મીડિયાટેકનું નવું ગેમિંગ ફોક્સ્ડ મીડિયાટેક હીલિયો G90T પ્રોસેસર આપ્યું છે. ફોનમાં 8 જીબી સુધીની રેમ અને 128 જીબી સુધીનું સ્ટોરેજ મળશે. કંપનીએ ફોનમાં લિકવીડ કુલિંગ સપોર્ટ પણ આપ્યું છે જેથી ગેમ રમતી વખતે ફોન ગરમ ન થાય. ચીનમાં આ ફોનના પ્રથમ સેલ દરમિયાન જ 3 લાખ યુનિટ્સ વેચાઈ ગયા હતા.

ચીનમાં રેડમી નોટ 8 પ્રોના ત્રણ વેરિએન્ટ

6 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ 14,000 રૂપિયા
6 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ 16,000 રૂપિયા
8 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ 18,000 રૂપિયા

આશા છે કે, ભારતમાં પણ વેરિએન્ટ પ્રમાણે ચીન જેટલી જ કિંમત હશે.

રેડમી 8 પ્રોના સ્પેસિકિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.53 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ એચડી પ્લસ, 1080x2340 પિક્સલ
સિમ ટાઈપ ડ્યુઅલ સિમ
ઓએસ એન્ડ્રોઇડ 9 પાઇ
પ્રોસેસર મીડિયાટેક હીલિયો G90T
રેમ 6 જીબી / 8 જીબી
સ્ટોરેજ ​​​​​​​ 64 જીબી /128 જીબી
​​રિઅર કેમેરા 64MP+8MP+2MP+2MP
ફ્રન્ટ કેમેરા 20MP
બેટરી 4500 mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ ​​​​​​​



X
Gaming smartphone Redmi Note 8 Pro will be launched on October 16
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી