મહારાષ્ટ્ર / ગડકરીએ કહ્યું- શિવસેના-NCP-કોંગ્રેસની સરકાર બનશે તો પણ લાંબો સમય ટકશે નહીં, આ એક તકવાદી જોડાણ છે 

નીતિન ગડકરીનું મહારાષ્ટ્ર અંગે નિવેદન
નીતિન ગડકરીનું મહારાષ્ટ્ર અંગે નિવેદન

Divyabhaskar.com

Nov 22, 2019, 05:27 PM IST

નેશનલ ડેસ્કઃ ભાજપના ભૂતપુર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આજે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, NCP અને શિવસેના સાથે મળી સરકાર બનાવવા માટે ચાલી રહેલી કવાયત અંગે જણાવ્યું છે કે આ સરકારની રચના થઈ પણ જશે તો તે લાંબો સમય નહીં ચાલે. આ પક્ષો વચ્ચે વિચારધારાનું અંતર છે. ભાજપ-શિવસેના વચ્ચેના ગઠબંધન અંગે તેમણે જણાવ્યું હતું કે આ ગઠબંધન હિન્દુત્વની વિચારધારાના આધાર પર હતું અને આજે પણ અમે વિચારધારાને લઈ બહુ મતભેદ ધરાવતા નથી. આ ગઠબંધન તૂટ્યુ છે તે ફક્ત દેશ માટે જ નહીં પરંતુ હિન્દુત્વ તેમ જ મહારાષ્ટ્ર માટે પણ મોટું નુકસાન છે.

હવે કોંગ્રેસ, NCP અને શિવસેના વચ્ચેનું આ ગઠબંધન તકવાદી ગઠબંધન છે, તે મહારાષ્ટ્રને એક સ્થિર સરકાર આપી શકે તેમ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ 105 બેઠક સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હોવા હતો, પરંતુ મુખ્યમંત્રી પદને લઈ સર્જાયેલા વિવાદ બાદ ભાજપ-શિવસેના વચ્ચે ગઠબંધન તૂટી ગયું હતું. ભાજપ-શિવસેના ગઠબંધનને બહુમતિ મળી હતી પરંતુ ભાજપ તેના પોતાની ક્ષમતાથી બહુમતિ સાબિત કરી શક્યું નથી.

X
નીતિન ગડકરીનું મહારાષ્ટ્ર અંગે નિવેદનનીતિન ગડકરીનું મહારાષ્ટ્ર અંગે નિવેદન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી