તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:રતોલામાં ભાણેજની હત્યા કરનારા ફૂવાની ધરપકડ

વાંકલ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના રતોલા ગામના મર્ડર કેસ ના આરોપીની માંગરોળ પોલીસે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી છે.રતોલા ગામે બે દિવસ અગાઉ રામસિંગ સોમાભાઇ ચૌધરી ઉંમર 45 ની હત્યા થઈ હતી આ ગુના સંદર્ભમાં માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પિલાજીભાઈ લક્ષ્મણભાઈ ચૌધરી ધરપકડ કરી છે હત્યામાં વપરાયેલ લાકડી સહિતના મુદ્દામાલ પણ કબજે લેવામાં આવ્યો હતો હાલ આરોપીના કોરોના ટેસ્ટ ચાલી રહ્યો છે અને ત્યાર બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ પોલીસ કરશે.

બે દિવસ અગાઉ સાંજના સમયે રામસિંગ સોમાભાઇ ચૌધરી તેના સગા ફુવા પીલાજીભાઈ લક્ષ્મણભાઈ ચૌધરી ના ખેતરે ગયો હતો અને મગફળીનો પાક ખેતર માંથી નહીં કાપવા દેવાના મુદ્દે ઝઘડો કર્યો હતો તેમજ આરોપીએ મારા વિરુદ્ધ પોલીસમાં કેમ તું ફરિયાદ કરે છે તેવું કહી ઝઘડો કરતા બંને વચ્ચે મારામારી થઈ હતી અને ત્યારબાદ રામસિંગ ચૌધરીને પિલાજી ચૌધરીએ લાકડીના સપાટા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો