• Home
  • National
  • From Vrindavan, Banke Bihari sends Ramlalla to Gulal, today for the first time in Ayodhya

ભાસ્કર વિશેષ / વૃંદાવનથી બાંકે બિહારીએ રામલલ્લાને મોકલ્યો ગુલાલ, આજે અયોધ્યામાં પહેલીવાર રંગ મિલન

શ્રી બાંકે બિહારી, વૃંદાવન અને શ્રી રામલલ્લા, અયોધ્યા.
શ્રી બાંકે બિહારી, વૃંદાવન અને શ્રી રામલલ્લા, અયોધ્યા.

  • વ્રજ સે આયો ગુલાલ અબીર, અવધ મેં હોલી ખેલે રઘુબીરા...
  • આજે શ્રદ્ધાળુ પણ રામલલ્લાના ગાલ પર ગુલાલ લગાવી શકશે

Divyabhaskar.com

Mar 10, 2020, 01:55 AM IST
અનિરુદ્ધ શર્મા, અયોધ્યા: આ પ્રથમવાર હશે કે જ્યારે અયોધ્યામાં રામલલ્લાની હોળી વૃંદાવનના બાંકે બિહારીએ મોકલેલા ગુલાલથી રમાશે. નવી પરંપરાની શરૂઆત કરતા બાંકે બિહારી મંદિરે રામલલ્લાને ગુલાલ મોકલ્યું છે. રામજન્મ ભૂમિના મુખ્ય પૂજારી સત્યેન્દ્રદાસે સોમવારે તેનો સ્વીકાર કર્યો હતો. ભાવવિભોર દાસે કહ્યું કે આજે વ્રજથી માત્ર રંગ નથી આવ્યો પણ આનંદ અને ઉલ્લાસ પણ આવ્યા છે. મંગળવારે જે શ્રદ્ધાળુઓને રામલલ્લાના દર્શનનું સૌભાગ્ય મળશે તે રામલલ્લા અને બાકીના ત્રણ ભાઈઓના ગાલ અને મસ્તક પર ગુલાલ લગાવી શકશે.
આ વખતે વૃંદાવનની ઠંડાઈ અને ગુજિયાનો ભોગ ધરાવાશે
બાંકે બિહારી મંદિરે રામલલ્લા માટે ગુલાલની સાથે વૃંદાવનની ખાસ ઠંડાઈ અને ગુજિયા પણ મોકલ્યા છે. રામજન્મ ભૂમિના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું કે અત્યાર સુધી રામલલ્લાને વિશેષ પ્રસંગે એલચીના દાણાનો ભોગ ધરાવાતો હતો. આ વખતે તેમને વૃંદાવનથી આવેલી ઠંડાઈ અને ગૂંજિયાનો ભોગ ધરાવાશે. સમગ્ર જન્મભૂમિ પરિષદમાં પ્રથમવાર હોળી નિમિતે હોળીનો અદભુત રંગ દેખાશે.
આસ્થામાં ગૂંથાયો પૌરાણિક સંબંધોનો ઊજળો રંગ
શ્રી બાંકે બિહારી મંદિરના સેવાધિકારી અશોકકુમાર ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આનાથી મોટું સૌભાગ્ય કયું હોઈ શકે કે અસ્થાયી મંદિરમાં જતા પહેલા શ્રીરામલલ્લા બાંકે બિહારીના ગુલાલમાં રંગાઈ જાય. વૃંદાવન અયોધ્યામાં રંગમિલનની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે.
શ્રીરામજન્મભૂમિ અયોધ્યાના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે જણાવ્યું હતું કે, અયોધ્યા અને વ્રજનો આ રંગભર્યો સંબંધ દુનિયાભરમાં રંગપર્વનું માન વધારશે. વ્રજથી વિશેષ ભેટ મેળવીને રામલલ્લા નિશ્ચિત રૂપે પ્રફુલ્લિત થયા હશે.
ભગવાન રામના અનુજ શત્રુઘ્નનું રાજ્ય રહેલા વ્રજને અવધ સાથે જૂનો સંબંધ, હવે બાંકે બિહારીએ શરૂ કર્યો રંગનો સંબંધ
‘રસિયા આયો તેરે દ્વાર, ખબર દીજૌ. યહ રસિયા પૌરી મેં આયો, જાકી બાંહ પકર ભીતર કીજૌ...’ વ્રજનું આ ગીત આજે અવધમાં ગૂંજી રહ્યું છે. બાંકે બિહારીએ રામલલ્લાને ગુલાલ મોકલી અયોધ્યાના હોળીના રંગમાં પોતાની આભા સામેલ કરી છે. વર્ષો પછી અયોધ્યામાં હોળી ચમકતી-દમકતી નજરે પડી રહી છે. સરયૂનું વહેણ પણ વધુ કિલ્લોર કરતું નજરે પડે છે. જાણે કે મસ્તીમાં ગીત ગાઈ રહ્યું હોય કે બ્રજ સે આયો ગુલાલ અબિરા, અવધ મેં હોળી ખેલેં રઘુવીરા. દરેક વ્યક્તિ મસ્તીથી ઝૂંમી રહી છે, ગાઈ રહી છે. લાગે છે કે જાણે તમામ પોતાના રામલલ્લાના રંગમાં ડૂબી જવા માગે છે.
સરયૂ સાક્ષી છે કે અવધ અને વ્રજનો સંબંધ જૂનો છે. ભગવાન રામના અનુજ શત્રુઘ્ને વ્રજ પર રાજ કર્યું હતું. વ્રજ ચૌર્યાસીની કોશ પરિક્રમાનો પડાવ જે ગલીની બહાર શત્રુઘ્ન મંદિર પર થાય છે તેનું પૌરાણિક મહત્ત્વ છે. મહોલી ગામના કુંડ શત્રુઘ્નની કથા કહે છે. એટલું જ નહીં, અયોધ્યાના કનક ભવનનો સંબંધ એ રસિક સમાજ સાથે છે કે જે વ્રજમાં રહીને બાંકે બિહારીના રસમાં ડૂબતા રહ્યાં છે. વ્રજ અને અયોધ્યાના સંબંધોને વધુ સારી રીતે સમજવા હોય તો આપણે જયદેવના ગીત ગોવિંદના પૃષ્ઠો બહુ રસથી દોહરાવવા પડશે. અને પ્રથમવાર આજે જ્યારે બાંકે બિહારીએ ગુલાલ મોકલીને વ્રજ અને અવધના સંબંધની યાદ અપાવી છે તો સમગ્ર અયોધ્યા માનો કે સાથે-સાથે ગાઈ ઉઠી છે કે ‘હોલી ખેલેં રઘુરૈયા, અવધ મેં બાજે બધૈયા.’
બાંકે બિહારી મંદિરના ગુલાલને કારણે રંગની જે આભા સર્જાશે તે અદભુત હશે. સંસ્કૃતિ અને પરંપરાની સદિયોથી ચાલી આવતી આ યાત્રા ચાલુ રાખવાનું પ્રમાણ પણ તે રજૂ કરશે. આપણે સૌ આ અપ્રતિમ ક્ષણના સાક્ષી છીએ અને સંવાહક પણ છીએ. આશા રાખીએ કે હોળીના રંગમાં સામાજિક સૌહાર્દ્ર આપણી અયોધ્યા પર આપણી સાથે સદા બની રહે. આ હોળીનો અર્થ કંઈક અલગ છે. કારણ કે રામજન્મ ભૂમિમાં ઝડપથી ભવ્ય મંદિર નિર્માણનો પાયો નંખાવા જઈ રહ્યો છે. (અલ્હાબાદ વિશ્વવિદ્યાલયના સેન્ટર ઓફ મીડિયા સ્ટડીઝના પ્રભારી ડૉ. ધનંજય ચોપરા)
X
શ્રી બાંકે બિહારી, વૃંદાવન અને શ્રી રામલલ્લા, અયોધ્યા.શ્રી બાંકે બિહારી, વૃંદાવન અને શ્રી રામલલ્લા, અયોધ્યા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી