તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:આજથી અમદાવાદમાં દિવસનો કર્ફ્યૂ હટ્યો, ચારેય મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્

અમદાવાદ2 દિવસ પહેલા

નમસ્કાર!
અમદાવાદ સહિત વડોદરા, સુરત અને રાજકોટ આમ ચારેય મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ નવી સૂચના ન આવે ત્યાં સુધી અમલી રહેશે અને અમદાવાદમાં દિવસનું જનજીવન પુનઃધબકતું થશે. ભાજપના પ્રદેશ પ્રમુખે તમામ નેતાઓ, આગેવાનો અને કાર્યકરોને આદેશ કરીને કોઈપણ જાહેર કાર્યક્રમ નહીં કરવાની સૂચના આપવી પડી છે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

આ 4 ઘટના પર રહેશે નજર
1.) અમદાવાદમાં દિવસનો કર્ફ્યૂ હટ્યો, ચારેય મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રહેશે.
2.) કોરોના સંક્રમણ વધતાં ભાજપે આગોતરા તમામ કાર્યક્રમો રદ કર્યા.
3.) અમદાવાદ-રાજકોટ, સુરત અને વડોદરા સિવાય રાજ્યની તમામ નીચલી અદાલતો 23 નવેમ્બરથી સંપૂર્ણપણે કાર્યરત થશે.
4.) આજે ગુજરાત યુનિવર્સિટીનો સ્થાપના દિવસ.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1.) ભાજપને ભાન થયું, પાટીલે આદેશ આપવો પડ્યો કે કોઈ જ કાર્યક્રમ નહીં થાય
અમદાવાદ સહિત ચાર શહેરમાં ગઈકાલથી કોરોનાને કારણે કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો, ત્યારે ભાજપના નેતાઓ બેફામ બનીને રેલીઓ, સરઘસ અને મેળાવડાઓ કાઢી કોરોનાની ગાઈડલાઈન્સનું સરેઆમ ઉલ્લંઘન કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં દિવ્યભાસ્કરે ભાજપની આ વૃત્તિને ઉજાગર કરી પ્રજા સુધી પહોંચાડવાની કોશિશ કરી હતી, જેના ગંભીર પ્રત્યાઘાતો આવતાં અંતે ભાજપના પ્રદેશ પ્રમુખને તમામ નેતાઓ, આગેવાનો અને કાર્યકરોને આદેશ કરીને કોઈપણ જાહેર કાર્યક્રમ નહીં કરવાની સૂચના આપવી પડી હતી.
વાંચો સમાચાર વિગતવાર

2.) કોરોનાથી ડરવું જરૂરી: પોલીસકર્મીએ માતા-પિતા અને ભાઈને ગુમાવ્યા
કોરોનાએ વધુ એક પરિવારનો માળો વિખેરી નાખ્યો છે તેમજ કોરોનાને નકારી કાઢતા અને હળવાશથી લેતા લોકો માટે આ ઘટના લાલબત્તી સામાન છે. શહેર ટ્રાફિક-પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ કોરોનાને કારણે પાંચ જ દિવસમાં માતા-પિતા અને ભાઈને ગુમાવ્યા છે. દિવાળી પહેલાં તેમને કોરોના થયો હતો અને હોસ્પિટલમાં દાખલ હતાં. વેન્ટિલેટર પર હોવા છતાં ડોકટરો તેમને બચાવી શક્યા ન હતા.
વાંચો સમાચાર વિગતવાર

3.) અમદાવાદના કર્ફ્યૂમાં વાડજના ગરીબ પરિવારે ચાનું પાણી પીને રાત વિતાવી
અમદાવાદ શહેરમાં પહોંચતાંની સાથે જ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહેલા શ્રમિકોના ઘરમાં એક ફાકો મારવા પૂરતું અનાજ નહોતું. કર્ફ્યૂ અને કોરોનાના કેસો વધવાની દહેશતને કારણે કોઈએ પણ આ મજૂરી કરીને પેટિયું રળતા શ્રમિકોની મદદ ના કરી. આખરે ઉકાળેલું ચાનું પાણી પીને રાત વિતાવવાનો વારો આવ્યો. દૂધ ખરીદવા માટેના પણ તેમની પાસે પૈસા નહોતા. લોકોએ કર્ફ્યૂ વધવાની દહેશતમાં સ્ટોક કરી લીધો, પણ કોઈએ મદદ ના કરી.
વાંચો સમાચાર વિગતવાર

જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લાગ્યું.
જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લાગ્યું.

4.) અરબી સમુદ્રમાં ‘ગતિ’ વાવાઝોડું સક્રિય, દરિયો ન ખેડવા સૂચના
દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય બન્યું છે. આ વાવાઝોડાને ‘ગતિ’ નામ આપવામાં આવ્યું છે. ગતિ વાવાઝોડું 6 કલાકે 32 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે, આથી જાફરાબાદ અને વેરાવળ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જાફરાબાદનો દરિયો શાંત છે છતાં તકેદારીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 26 નવેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ વાવાઝોડું યમન તરફ આગળ વધશે.
વાંચો સમાચાર વિગતવાર

5.) ગોંડલમાં ફાટક ખુલ્લું રહી જતાં ટ્રેને કારને ટક્કર મારી, કારચાલકનું મોત
ગોંડલ નજીક સાંઢિયાપુલ પાસે ફાટક ખુલ્લું રહી જતાં ટ્રેને કારને ટક્કર મારતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ફાટકમેનની ભૂલને કારણે ટ્રેન આવી છતાં જાણ ન થતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં કારચાલક સંજયભાઈ ટીલાળાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. લોકોએ ફાટકમેનને પકડતાં જ તે બોલ્યો હતો કે મારી ભૂલ છે.
વાંચો સમાચાર વિગતવાર

6.) કેન્દ્રીય ટીમે કોમ્યુનિટી ટ્રાન્સમિશન નિયંત્રણમાં રહ્યું હોવાનો સંતોષ વ્યક્ત કર્યો
ગુજરાતમાં બેકાબૂ બનેલા કોરોના સંક્રમણને નાથવા કેન્દ્રીય ટીમના ત્રણ સભ્યોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોના નિયંત્રણ, સારવાર, માર્ગદર્શન અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલના સર્વેલન્સ અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી તેમજ રાજ્યમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન-સંક્રમણ વ્યાપકપણે નિયંત્રણમાં રહ્યું છે, એનાથી આ ટીમે સંપૂર્ણ સંતોષ દર્શાવ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

અને દેશમાં આજે...

- સુપ્રીમ કોર્ટમાં UPI ડેટાના ઉપયોગને લઈને દાખલ અરજી પર આજે સુનાવણી થશે. - બિહાર વિધાનસભાનું પહેલું સેશન શરૂ થશે. સૌથી પહેલા ધારાસભ્યોને શપથ અપાવવામાં આવશે. - કોરોનાને કારણે મહિનાઓથી બંધ બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) આજથી ખૂલશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો