શિવાજી પાર્ક /  ક્રાંતિકારીઓની ગર્જનાથી શિવસેનાની લલકાર સુધી, કેસરી તો ક્યારેક બ્લૂ રંગ વિખેરાય છે અહીં

બાલાસાહેબ ઠાકરેની અંતિમયાત્રા અને બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી સમયની તસવીર
બાલાસાહેબ ઠાકરેની અંતિમયાત્રા અને બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી સમયની તસવીર
શિવાજી પાર્કમાં સ્થિત શિવાજી મહારાજનું સ્ટેચ્યૂ
શિવાજી પાર્કમાં સ્થિત શિવાજી મહારાજનું સ્ટેચ્યૂ

  • શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે શિવાજી પાર્કમાં શપથ લેશે, ઐતિહાસિક વારસો ધરાવે છે આ પાર્ક
  • ‘આઝાદી’, ‘જય મહારાષ્ટ્ર’, ‘જય ભીમ’ના ઉદઘોષનું સાક્ષી, અંગ્રેજોના સમયમાં બન્યું હતું આ પાર્ક
  • ક્રાંતિકારીઓ અહીં રેલી કરતા, બાલાસાહેબ ઠાકરેની અંતિમ યાત્રા અહીં લાખોના મહેરામણ વચ્ચે પહોંચી હતી 

Divyabhaskar.com

Nov 27, 2019, 03:28 PM IST

નેશનલ ડેસ્ક: મુંબઈમાં સત્તાના રંગો ઘણા રેલાયા અને હવે શિવસેનાનો સિંદૂરી કેસરિયો રંગ એનસીપી અને કોંગ્રેસના મિશ્રણ સાથે થોડો લાઇટ શેડ પકડીને સત્તા પર રેડાશે. 28 તારીખે ગુરૂવારે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે શરદ પવાર અને સોનિયાના ટેકાથી સત્તા પર બિરાજમાન થશે. ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનશે ઐતિહાસિક શિવાજી પાર્ક. શિવસેના પાર્ક બ્રિટિશ જમાનામાં અસ્તિત્વમાં આવ્યું હતું. અહીં ભારતને આઝાદી અપવવાના રાષ્ટ્રવાદી મનસૂબા સાથે ક્રાતિકારીઓ સભા ગજવતા. મહારાષ્ટ્રને અલગ કરવા માટે થયેલી ચળવણ માટે પણ અહીં રેલીઓ થતી. શિવસેના સમયાંતરે તેની રેલી અહીં ગજવતી રહી છે. હિન્દુત્વના ફાયરબ્રાન્ડ નેતા અને શિવસેનાના નિર્માતા બાલાસાહેબ ઠાકરેએ શિવસેનાની સ્થાપના અહીંથી જ કરી હતી અને તેમની અંતિમયાત્રા પણ અહીં જ થઇ હતી.

શિવાજી પાર્કનું નિર્માણ 1925માં બોમ્બે મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયે ભારત પર અંગ્રેજી હકૂમત હતી. આ મેદાન રાજકીય અને સામાજિક જમાવડાઓનું સાક્ષી છે. ભારતની સ્વતંત્રતા પહેલા અને ત્યારબાદ અહીં ઘણી રેલી યોજાઇ ચૂકી છે. લાખોની ભીડ અહીં આવે તે સામાન્ય નજારો છે. 1927 સુધી આ પાર્કને માહીમ પાર્ક તરીકે ઓળખવામાં આવતું હતું અને ત્યારબાદ તેનું નામ મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજના નામ પરથી બદલવામાં આવ્યું છે. બ્રિટિશ કાળમાં અહીં સ્વતંત્રતા સેનાનીઓ એકઠા થતા. આઝાદી બાદ સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળની ગતિવિધીઓ અહીં થતી. આ ચળવણ સ્વંતંત્ર મહારાષ્ટ્ર માટે હતી જેના લીધે 1960માં મહારાષ્ટ્ર ગુજરાતથી અલગ થયું. આ ચળવળનું નેતૃત્વ આચાર્ય પ્રહલાદ કેશવ અત્રેએ કર્યું હતું જેઓ એક લેખક, પત્રકાર, નાટ્યકાર, કવિ અને સામાજિક નેતા હતા. તેઓ મોટી ભીડને આ ગ્રાઉન્ડ પર સંબોધન કરતા જેના લીધે આ પાર્કનું નામ બાદમાં લોર્ડ શિવાજી પાર્ક પડ્યું હતું. 2010માં બોમ્બે હાઇકોર્ટે પાર્કને સાઇલેન્સ ઝોન જાહેર કર્યો હતો કારણ કે અહીં થતી રેલીઓ અને કાર્યક્રમોના કારણે લોકોને ધ્વનિ પ્રદૂષણનો ભોગ બનવુ પડતું હતું.

ક્રિકેટમાં સોનેરી યોગદાન
ભારતીય ક્રિકેટને વેગવંતી રાખવામાં પણ આ પાર્કનું મોટું યોગદાન છે. અહીં આઠ પ્રતિષ્ઠિત ક્રિકેટ ક્લબ ચાલે છે જેમાંથી મહાન ખેલાડીઓ ભારતને મળ્યા છે. તેમાં સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, અજીત વાડેકર, વિજય માંજરેકર અને રમાકાંત દેસાઇ જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે.

આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા ઉમટેછે લોકો
માત્ર કેસરિયો રંગ જ નહીં, પણ દરેક રંગો આ પાર્કમાં વિખરાય છે. 6 ડિસેમ્બરના ભારતના બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની પૂણ્યતિથી નિમિત્તે મહાપરિનિર્વાણ દિવસનું આયોજન થાય છે. આ પ્રસંદે દેશભરમાંથી દલિત તેમજ બૌદ્ધ લોકો બાબાસાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં પહોંચે છે. આ સમયે અહીં કેસરીની જગ્યાએ સફેદ અને બ્લૂ કલર છવાઇ જાય છે. શાળાના બાળકો પણ જય ભીમ સ્લોગન વાળા ઝંડા અને ટોપી પહેરીને ઉમટી પડે છે. તે સિવાય બૌદ્ધ સાધુઓ પણ અહીં પહોંચે છે.

શું છે શિવાજી પાર્કની અંદર?
પાર્કની અંદર દરેક સામાજિક અને રાજકીય સંગઠનના સ્ટેજ સમયાંતરે બનતા હોય છે. તે સિવાય નાની મોટી દૂકાનો, બુક સ્ટોલ અને ઘણું બધું છે. તેનો વિસ્તાર 28 એકરનો છે અને તે મુંબઈના દાદર વિસ્તારમાં સ્થિત છે. તેની અંદર શિવાજી પાર્ક જિમખાના અને બંગાળ ક્લબ પણ છે. તે સિવાયનો ઓપન એરિયા રમતગમત અને અન્ય કામગીરી માટે ઉપલબ્ધ છે. અંદર ચિલ્ડ્રન પાર્ક, વ્યાયાયામ મંદિર, ગણેશ મંદિર, સ્કાઉટ પેવેલિયન, નાના-નાની પાર્ક અને લાયબ્રેરી પણ છે. પ્રવેશનો રસ્તો મોટા ઝાડની કતારથી સુશોભિત છે. પાર્કની પૂર્વ તરફ બાલાસાહેબ ઠાકરેના સ્વ. પત્ની મીનાતાઇ ઠાકરેનું બસ્ટ(છાતીના ભાગ સુધીનું બાવલું) મૂકવામાં આવ્યું છે.

પાર્કના પશ્વિમી ભાગમાં શિવાજી મહારાજનું સ્ટેચ્યુ છે જેમાં તેઓ એક હાથ આગળ ઉંચો કરીને ઘોડા પર બેસેલા જોવા મળે છે. આ સ્ટેચ્યૂમાં તેમણે હાથમાં તલવાર બહાર કાઢી હોય તેવી મુદ્રા નથી જેવું સામાન્ય રીતે શિવાજીના દરેક સટેચ્યૂમાં હોય છે. આ સ્ટેચ્યૂનું નિર્માણ 1966માં સ્થાનિકોના દાનથી કરવામાં આવ્યું હતું.

X
બાલાસાહેબ ઠાકરેની અંતિમયાત્રા અને બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી સમયની તસવીરબાલાસાહેબ ઠાકરેની અંતિમયાત્રા અને બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી સમયની તસવીર
શિવાજી પાર્કમાં સ્થિત શિવાજી મહારાજનું સ્ટેચ્યૂશિવાજી પાર્કમાં સ્થિત શિવાજી મહારાજનું સ્ટેચ્યૂ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી