• Home
  • Utility
  • From March 31, it will be expensive to get a SBI Locker, pay more than 33%

બેંક લોકર / 31 માર્ચથી SBIમાં લોકર લેવાનું મોંઘુ થશે, 33 ટકાથી વધુ ચાર્જ ચૂકવવો પડશે

From March 31, it will be expensive to get a SBI Locker, pay more than 33%

  • નાના લોકરના ભાડામાં 500થી 2000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે
  • બેંક લોકરમાં રાખેલ વસ્તુની સુરક્ષા તો કરે છે પંરતુ ચોરી અથવા લૂંટ માટે વળતર આપતી નથી
  • બેંકની બેદરકારીને કારણે ગ્રાહકનું નુકસાન થાય છે, તો વળતરની જોગવાઈ છે

Divyabhaskar.com

Feb 25, 2020, 05:24 PM IST

યુટિલિટી ડેસ્ક. ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ સેફ ડિપોઝિટ લોકરના રેટમાં 23 ટકા સુધીનો વધારવાનો નિર્ણય કર્યો છે. નવો ચાર્જ 31 માર્ચથી લાગુ થઈ જશે. નાના અને મધ્યમ સાઈઝ માટે 500 રૂપિયા પ્લસ GSTની વન-ટાઇમ લોકર નોંધણી ફી પણ હશે, જ્યારે લાર્જ અને એક્સ્ટ્રા લાર્જ લોકર્સ માટે તમારે 1000 રૂપિયા પ્લસ GSTની ચૂકવણી કરવાની રહેશે. અત્યારે લોકર માટે શહેરી અને ગ્રામીણ વિસ્તારના આધારે 1500થી 9000 રૂપિયા ચૂકવવા પડે છે.

કેટલો આપવો પડશે ચાર્જ
નાના લોકરના ભાડામાં 500થી 2000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે, જ્યારે એક્સ્ટ્રા લાર્જ ભાડું 9000 હજાર રૂપિયાની જગ્યાએ હવે 12,000 રૂપિયા આપવું પડશે. મીડિયમ સાઈઝ લોકર માટે હવે 1000 થી 4000 રૂપિયા ચૂકવવા પડશે. લાર્જ લોકરનું ભાડું 2000 રૂપિયાથી 8000 રૂપિયા સુધીનું હશે. SBIની બ્રાંચ સેમી અર્બન અને ગ્રામીણ વિસ્તારમાં સસ્તી લોકર સેવાઓ પ્રદાન કરે છે.

સમય પર ભાડું ન આપવા પર દંડ થઈ શકે છે
સમય પર લોકરનું ભાડું ન ભરવા પર 40 ટકા સુધીનો દંડ થઈ શકે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નિયમો અનુસાર જો તમે તેને 1 વર્ષમાં ઓછામાં ઓછું એક વખત નથી ખોલતા તો બેંકને તમારું લોકર ખોલવાની મંજૂરી આપે છે. જો કે, આવું કરતાં પહેલાં બેંક તમને એક નોટિસ મોકલે છે.

લોકરનો પણ ઈન્શ્યોરન્સ કરાવી શકો છો
બેંક લોકરમાં રાખેલ વસ્તુની સુરક્ષા તો કરે છે પંરતુ ચોરી અથવા લૂંટ માટે વળતર આપતી નથી. તે ઉપરાંત ભૂકંપ કે પૂર, આતંકવાદી હુમલો અથવા ચોરી વગેરે જેવી કુદરતી આફતના કિસ્સામાં વળતર આપવામાં આવશે, તેની ખાતરી આપી નથી. આવી ઘટનાઓમાં તમને મોટું નુકસાન થઈ શકે છે. પરંતુ તમે લોકરનો ઈન્શ્યોરન્સ કરાવીને આ પ્રકારના નુકસાનથી બચી શકો છો. આ ઓફર ‘બેંક લોકર પ્રોટેક્ટ પોલિસી’ના રૂપમાં આપવામા આવે છે. બેંક લોકરમાં રાખેલી વસ્તુની સુરક્ષા તો કરે છે પર ચોરી અથવા લુંટ માટે નથી આપતી. તે ઉપરાંત ભૂંકપ અથવા પૂર જેવી કુદરતી આફતના કિસ્સામાં, આંતકવાદી હુમલા અથવા ચોરી થાય તો પણ વળતર મળશે તેની ગેંરટી નથી મળતી. જો કે, બેંકની બેદરકારીને કારણે ગ્રાહકનું નુકસાન થાય છે, તો વળતરની જોગવાઈ છે.

X
From March 31, it will be expensive to get a SBI Locker, pay more than 33%

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી