તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • From 'Indian 2' To 'Kaala', Chennai's EVP Studios Have Had Horrific Accidents In The Last Eight Years.

‘ઈન્ડિયન 2’થી લઈ ‘કાલા’ સુધી, છેલ્લાં આઠ વર્ષમાં ચેન્નઈના EVP સ્ટૂડિયોમાં ભયાનક અકસ્માતો થયા છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

1) જ્યારે EVP સ્ટૂડિયો અમ્યૂઝમન્ટ પાર્ક હતો

વર્ષ 2012માં ઓક્ટોબર મહિનામાં 22 વર્ષીય ફ્લાઈટ અટેન્ડન્ટ આફિયા માઘ ઓક્ટોપસ રાઈડમાંથી નીચે પટકાઈ હતી. તે પોતાની ફ્રેન્ડ સાથે આ રાઈડમાં બેઠી હતી. ચાલુ રાઈડમાં અચાનક જર્ક વાગતા આફિયા 10 ફૂટની ઊંચાઈથી નીચે પડી હતી અને તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં જ આફિયાનું નિધન થયું હતું. એક યુવતીએ જીવ ગુમાવ્યો ત્યારે પાર્કના અધિકારીઓ તેમના લાઈસન્સને લઈ ચિંતામાં હતાં. તેમને લોકોની સલામતીને લઈ કોઈ ચિંતા નહોતી. આ અકસ્માત બાદ રાઈડનો ઓપરેટર ભાગી ગયો હતો, અમ્યૂઝમન્ટના માલિકો આ કેસમાં ભીનું સંકેલવાના પ્રયાસમાં હતાં. ત્રણ વર્ષ પછી કેટલાંક લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને અમ્યૂઝમન્ટ પાર્ક બંધ કરી દેવામાં આવ્યો હતો. પાર્ક બંધ થતા માલિકાઓ EVP ફિલ્મસિટી બનાવવાનો નિર્ણય લીધો હતો.

થીમ પાર્ક બંધ થયા બાદ ફિલ્મસિટી બનાવવામાં આવી પરંતુ લોકોના મોત થવાના બંધ થયા નહોતાં. અહીંયા બિગ બજેટ ફિલ્મના શૂટિંગ થવા લાગ્યા હતાં અને તે માટે અહીંયા ભવ્ય સેટ બનાવવામાં આવ્યા હતાં. 

4) EVP ફિલ્મસિટી બન્યા બાદ કેટલાંક લોકોના મોત નીપજ્યાં

2017માં ફિલ્મ ‘કાલા’નો સેટ અહીંયા બનાવવામાં આવ્યો હતો. આ સેટની કિંમત અંદાજે 5 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવતું હતું. રજનીકાંતની આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ટેક્નિશિયન માઈકલે અચાનક જ લાઈવ ઈલેક્ટ્રિક વાયર પર પગ મૂકી દીધો હતો અને તેનું નિધન થયું હતું. રજનીકાંત, ફિલ્મના ડિરેક્ટર તથા પ્રોડ્યૂસરે માઈકલના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. 

‘બિગ બોસ’નું જ્યારે તમિળ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું ત્યારે EVP સ્ટૂડિયોમાં ભવ્ય સેટ બનાવવામાં આવ્યો હતો. અહીંયા મોટી સંખ્યામાં લોકો કામ કરતા હતાં. વર્ષ 2018માં તમિળ વર્ઝનની બીજી સિઝનમાં એસી મિકેનિક ગુનાસેખરણ બીજા માળે એસી રિપેરિંગનું કામ કરતો હતો. અચાનક તે બીજા માળેથી લપસી પડ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ તે બચી શક્યો નહીં. કમલ હાસને દુઃખ વ્યક્ત કર્યું હતું. 

‘બિગિલ’ ફિલ્મનો ભવ્ય ફૂટબોલ સ્ટેડિયમનો સેટ EVP સ્ટૂડિયોમાં બનાવવામાં આવ્યો હતો. ઈલેક્ટ્રિશિયન સેલ્વારાજ વર્ષ 2018માં સેટ પર કામ કરતો હતો. ફોકસ લાઈટ ક્રેન સાથે બાંધેલી હતી અને તે અચાનક સેલ્વારાજ પર પડી હતી અને તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. વિજયે ફિલ્મનું શૂટિંગ કેન્સલ કરી નાખ્યું હતું અને તેની સારવાર માટે નાણાકીય મદદ પણ કરી હતી. એક્ટ્રેસ અમૃતાએ ‘બિગિલ’માં મહત્ત્વનો રોલ પ્લે કર્યો હતો. તેણે ‘ઈન્ડિયન 2’ના અકસ્માત બાદ ટ્વીટ કરીને કહ્યું હતું, આ ઘણું જ દુઃખદ છે. આ જગ્યા ઘણી જ ભયાવહ છે. ‘બિગિલ’ના શૂટિંગ દરમિયાન આ જ પ્રકારની ઘટના બની હતી અને બધા જ ડરી ગયા હતાં. આ જગ્યાએ બીજીવાર શૂટિંગ કરવું જોઈએ નહીં. અહીંયા નકારાત્મક વાઈબ્સ છે. 

અનેક પ્રોડક્શન હાઉસ પોતાની ટીમના ગ્રૂપ ઈન્સ્યોરન્સ લેતા નથી. આથી જ જ્યારે આવા અકસ્માત બને ત્યારે તેમને કોઈ નાણાકીય મદદ મળતી નથી. ફિલ્મમેકર્સ તથા પ્રોડ્યૂસર્સ માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે. તેમણે ટેક્નિશિયન્સની સલામતીની ખાતરી લેવી જોઈએ. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો