અમદાવાદ / DPS ઈસ્ટે ખર્ચમાં ગેરરીતિ કરી છે કે નહીં તેની તપાસ થશે

DPS ઈસ્ટની ફાઇલ તસવીર.
DPS ઈસ્ટની ફાઇલ તસવીર.

  • ખર્ચની માહિતી ખોટી હશે તો શિક્ષણ વિભાગ અને એફઆરસી સ્કૂલ સંચાલકો સામે પગલાં લેશે

Divyabhaskar.com

Jan 07, 2020, 02:50 AM IST
અમદાવાદ: ડીપીએસ - ઇસ્ટના સંચાલકોએ એફઆરસી રજૂ કરેલા સ્કૂલના ખર્ચની તપાસ થશે. સરકારે જ્યારથી સ્કૂલનું સંચાલન સંભાળ્યું છે તે ત્રણ મહિનાનો ખર્ચ અને ડીપીએસ - ઇસ્ટના સ્કૂલ સંચાલકોએ એફઆરસીમાં રજૂ કરેલા ખર્ચની તુલના કરાશે. જો સ્કૂલે રજૂ કરેલા ખર્ચની માહિતી ખોટી હશે તો શિક્ષણ વિભાગ અને એફઆરસી સ્કૂલ સંચાલકો સામે પગલાં લેશે.
સરકારે વહીવટ સંભાળ્યો ત્યારથી અત્યાર સુધીના અને સ્કૂલે FRCમાં રજૂ કરેલા ખર્ચની વિગતોની સરખામણી થશે
ડીપીએસ - ઇસ્ટના મુદ્દે શિક્ષણ વિભાગે જણાવ્યું કે સ્કૂલના દસ્તાવેજોની સાથે સ્કૂલે એફઆરસીમાં રજૂ કરેલી દરખાસ્તના દસ્તાવેજોની તપાસ થશે. દરેક સ્કૂલો દરખાસ્તમાં છેલ્લા ત્રણ વર્ષના ઓડિટેડ રિપોર્ટની સાથે સ્કૂલ ચલાવવા માટેનો ખર્ચ રજૂ કરે છે. આ માટે સ્કૂલે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને દર મહિને કેટલા રૂપિયા ચૂકવે છે તેની માહિતીનો રિપોર્ટ પણ રજૂ કરે છે. 4, ડિસમ્બરથી ડીપીએસ - ઇસ્ટનું સંચાલન ગુજરાત સરકાર હસ્તક લેવાયું હતું, 31 માર્ચ સુધી સરકાર સ્કૂલનું સંચાન કરશે. આ સમય દરમિયાન સ્કૂલનો તમામ ખર્ચ સરકારી પ્રતિનિધિને પૂછીને જ કરાશે. તેથી ત્રણ મહિનામાં સ્કૂલ ચલાવવા માટે કેટલો ખર્ચ થાય છે તેની માહિતી સરકાર પાસે રહેશે. ત્યારબાદ સ્કૂલ સંચાલકોએ એફઆરસીમાં રજૂ કરેલા ખર્ચને આ ત્રણ મહિના સાથે તુલના કરાશે. ત્યારાબાદ તેને આધારે એક રિપોર્ટ તૈયાર કરાશે. જેની જાણ શિક્ષણ વિભાગ અને એફઆરસીને કરાશે. જો સ્કૂલે ખોટા ખર્ચ રજૂ કર્યા હશે તો સ્કૂલ સંચાલકોને દંડ થશે.
X
DPS ઈસ્ટની ફાઇલ તસવીર.DPS ઈસ્ટની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી