તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

છેતરપિંડી:મહિલા સાથે ભાગીદારીના નામે 35 લાખની છેતરપિંડી

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

શાહીબાગની એક મહિલાને મેડિકલ એજન્સીમાં ભાગીદારીમાં ધંધો કરવાનું કહી રૂ. 35 લાખની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ શાહીબાગ પોલીસમાં નોધાઈ છે.

નવા નરોડામાં રહેતા જાગૃતિ પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર માર્ચથી સપ્ટેમ્બરમાં તરુણ દેવગીરકર (શિવાજીનગર સોસાયટી, કુબેરનગર)એ વિશ્વાસમાં લઈ ભાગીદારીમાં ધંધો કરવાનું કહ્યું હતું. જાગૃતિબહેને સંમતિ આપતા ભાગીદારી કરાર કરાયો હતો. અભિષેક એસ્ટેટ વિભાગ-1 ખાતે ભવાની મેડિકલ એજન્સી નામની દુકાનમાં ભાગીદારી પેઢી ખોલી હતી. દરમિયાન તરુણે જાગૃતિબહેન પાસે 19,37,328નું રોકાણ કરાવી વેપારી સૌમિલ શાહ, મૃગેશ શાહ પાસેથી 15,79,000ની મેડિકલની સામગ્રી ખરીદી કરી જાગૃતિબહેનના નામથી ખોટી સહીઓ કરી ચેક આપી તથા બીજા અન્ય વેપારીઓને પણ આ જ પ્રમાણે ખોટી સહીઓ કરી ચેક આપી કુલ 35,16,3228 પડાવી લીધા હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો