તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:એક લાખ રૂપિયાની લોન આપવાની લાલચ આપી 29.58 લાખની ઠગાઈ

સંખેડા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લામાં ઠગ ત્રિપુટી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
  • 1740 વ્યક્તિ પાસે ફોર્મદીઠ રૂા. 1700 ઉઘરાવ્યા બાદ લોન ન આપી

અમદાવાદની ત્રિપૂટીએ છોટાઉદેપુર જિલ્લામાં ‘મહિલાઓ કે લીએ આર્થિક સહાય કી સંસ્થા કી યોજના’ જે સરકાર તરફથી વગર વ્યાજે સહાય કરવાની યોજના હેઠલ 1700 રૂપિયા ફોર્મ દિઠ જિલ્લામાંથી 1740 ફોર્મ જેની કિંમત 2958000ની ઠગાઇ કરતાઆ બાબતે ત્રીપૂટી વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઇ હતી.છોટાઉદેપુરની ગુરુકૃપા સોસાયટીમાં રહેતી મણીબેન છગનભાઇ વણકરે નોંધાવેલી પોલીસ ફરીયાદ મુજબ તેમના ઘરે ગત વરસે મગનભાઇ નાનજીભાઇ વણકર રહે. કાછેલ તે યુનીટી ફાઉન્ડેશન ટ્રસ્ટ, નવરંગપુરા અમદાવાદ તરફથી સ્કિમ છે.

જેમાં વિધવા અને નિ:સહાય લોકોને મદદ કરવા એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. જેમાં ફોર્મ ભરવાનું. પ્રથમ હપ્તો 20000 રૂપિયા, બીજો હપ્તો 30000 રૂપિયા અને ત્રીજો હપ્તો 50000 રૂપિયાનો મળશે. જેમાં 40 ટકા સબસીડી અને 60 ટકા લોન પેટે જેમાં દર મહિને 1000 રૂપિયા ભરવાના અને એક હિંદી ભાષામાં લખેલ ફોર્મ ભરાવી 1700 રૂપિયા લીધા હતા. 40 દિવસમાં લોન મળી જશે એમ જણાવ્યું હતું. તેમની સાથે તેમના છોકરાની વહુ જ્યોતીબેનનું ફોર્મ પણ ભર્યું હતું. થોડા દિવસ બાદ તેઓને જાણવા મળ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય એજન્ટ તરીકે રણછોડભાઇ ભુરાભાઇ સોલંકી રહે. ચ્લરવાંટના હાથ નીચે સબ એજન્ટ તરીકે 14 જેટલા સબ એજન્ટ છે.

તેઓ મારફતે ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓને યુનીટી ફાઉંડેશન કંપની સંસ્થાના સેક્રેટરી દીપકસિંહ રમેશસિંહ રાજપૂત રહે. નારાયણ નગર, પાલડી અમદાવાદ તથા મેનેજર રામજીભાઇ આશાભાઇ રાઠોડ રહે. વચલો ઠાકોરવાસ, પાલડી અમદાવાદ તથા સંચાલક ભરતભાઇ બાબુભાઇ સોની રહે. જૈન મરચંટ સોસાયટી પાલડી અમદાવાદનાઓએ આપેલ માર્ગદર્શન મુજબ થાપણદારોને સમજ આપી યુનીટી ફાઉંડેશનના નામે ફોર્મ દીઠ રૂપિયા 1700 ઉઘરાવીને ફોર્મ તથા પૈસા જમા કરાવેલ હતા. તે બાદ કોઇપણ પ્રકારની તબક્કાવાર એક લાખ રૂપિયાની લોન કે ફોર્મ દીઠ ઉઘરાવેલ રૂપિયા આજદિન સુધી પાછા આપ્યા નથી. ગત વરસે ડિસેમ્બર માસથી અત્યાર સુધી જિલ્લામાંથી 1740 ફોર્મ જેની કિંમત 2958000 રૂપિયા પરત નહી આપી સરકારના નેજા હેઠળની આ કંપની સંસ્થાના નામનો ખોટો દસ્તાવેજ બનાવી જે દસ્તાવેજનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી થાપણદારોના રૂપિયા પડાવી લઇ વિશ્વાસઘાત છેતરપીંડી કરી છે. જેથી અમદાવાદની આ ત્રીપૂટી અને અન્યો વિરુધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

સબ એજંટોની યાદી :સોલંકી દીલીપભાઇ રણછોડભાઇ-ચિલરવાંટ, સોલંકી રમણભાઇ કાળુભા-મુવાડા, શાહ સચિનભાઇ ઓચ્છવભાઇ-પાનવડ, રાઠવા વિક્રમભાઇ માનસીંગભા-તેજગઢ, રાઠવા મુકેશભા કાદીયાભાઇ-મલાજા, સોલંકી અનુભાઇ ભીખાભાઇ-પાલસંડા, નાયકા મનુભાઇ બહાદુરભાઇ-વડોથ, ભાભોર ધુળાભાઇ દીતાભાઇ-મતવા, સોલંકી દીલીપભા ડી.-અદેપુર, વણકર મુકેશભાઇ એમ.-કવાંટ, વણકર પ્રકાશભાઇ આર.-કવાંટ, વણકર મગનભાઇ નાનજીભાઇ-કાછેલ, વણકર વિનોદભાઇ-કાછેલ તથા રાઠવા ગણપતભાઇ બી.-બાંડીભીત

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો