હિંમતનગર / ઇડરની રાયઝીંગ ગોલ્ડ પ્રા. લિ.ના સાત સામે 83.44 લાખની ઠગાઇની ફરિયાદ

fraud case of 83.44 lakh  against 7 in idar

  • રિકરીંગ, બચત યોજનાઓમાં પ્રજાના લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર કંપનીના MD સહિત  સાત સામે ભિલોડાના એજન્ટે  ફરિયાદ નોંધાવી

Divyabhaskar.com

Jan 07, 2020, 09:06 AM IST
ભિલોડાઃ ઇડરની રાયજીંગ ગોલ્ડ પ્રા.લી. દ્વારા ભિલોડા અને જિલ્લામાં એજન્ટો નિમી ફિક્સ ડિપોઝીટ સહિતની રિકરીંગ,બચત યોજનાઓમાં પ્રજાના લાખો રૂપિયાનું રોકાણ કરાવી પાકતી મુદતે હાથ અદ્ધર કરી દેતાં કંપનીના ભિલોડાના એજન્ટ મેહુલ ભીખાભાઈ ચૌધરી (રહે . મોહનપુર) એ ભિલોડા પોલીસ સ્ટેશનમાં કંપનીના એમડી સહિત 7 જણ સામે રૂ. ૮૩,૪૪, ૪૦૦ની છેતરપિંડી આચર્યાનો ગુનો ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો છે.
ઈડરની રાયજીંગ ગોલ્ડ પ્રા.લી. કંપનીએ ભિલોડામાં નાની બચત ફિક્સ ડિપોઝીટ ઉઘરાવવા એજન્ટો નિમ્યા હતા. શરૂઆતમાં થાપણદારોને તેમની રકમ મુદત વિતી એટલે મળતાં વિશ્વાસ વધ્યો હતો. બાદમાં રાયજીંગ ગોલ્ડ પ્રા.લી.માં ભિલોડાના 10 થી 12 એજન્ટો દ્વારા લાખો રૂપિયાનું રોકાણ લાવી આપવામાં આવ્યું હતું અને ગાહકોની પાકતી મુદતે પૈસા પરત ન મળતાં એજન્ટો મુશ્કેલીમાં મૂકાયા હતા. ભિલોડા તાલુકાના મોહનપુરના મેહુલ ભીખાભાઈ ચૌધરીએ ગ્રાહકોના પાક્તી મુદતના પૈસા આપવા માટે પણ કંપની સમક્ષ વારંવાર રજૂઆત છતાં બહાના કાઢી પૈસા આપવામાં વિલંબ થયો હતો.
આ સાત ઠગો સામે ફરિયાદ નોંધાઇ
MD પ્રતિક જીતેન્દ્રભાઈ સોની (રહે. ઈડર) પ્રદીપ પ્રતાપચંદ્ર સોની (રહે. ઇડર), મનિષ રમેશભાઈ પટેલ, વનરાજ ક્તસિંહ રહેવર (રહે .જવાનપુરા, ઈડર) સુભાષ ચીમનભાઈ પટેલ (રહે. ભવાગઢ , તા.વડાલી), ભરત ઈશ્વરભાઈ ચૌહાણ (રહે . ઈડર) ,ધર્મેન્દ્ર ભગાભાઈ પટેલ (રહે . ઉમેદગઢ )
X
fraud case of 83.44 lakh  against 7 in idar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી