તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અકસ્માત:ગાજણની સીમમાં મજૂરને કારે ટક્કર મારતાં જમણાં પગે ફ્રેકચર

મોડાસા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોટલમાં કામ કરતો મજૂર રોડ સાઇડે ચાલતો હતો

મોડાસા-શામળાજી હાઇવે પર ગાજણની સીમમાં હોટલમાં કામ કરતો મજૂર ગુરૂવાર રાત્રીના દસ વાગ્યાની આસપાસ રોડની સાઇડમાં ચાલતા જતો હોઇ શામળાજી તરફથી આવતી કારના ચાલકે પાછળથી ટક્કર મારતાં 108 દ્વારા સારવાર માટે લઇ જવાતાં તબીબી તપાસમાં યુવકને જમણા પગે ફ્રેકચર થયાનું બહાર આવ્યું હતું.

ગાજણની સીમમાં હાઇવે પર આવેલી પંજાબી હોટલમાં કામ કરતાં પન્નાભાઈ ડામોર રહે. આમજીરા, જિ. રાજસ્થાન ગુરૂવાર રાત્રીના 10:00 વાગે રોડની સાઈડમાં ચાલતા જતા હોઇ જેમને પાછળથી શામળાજી તરફથી આવતી કુઝર ગાડી નં.RJ 03 UA 2986 ના ચાલકે ટક્કર મારતાં મજૂર ફંગોળાઇ જતાં આસપાસના મુસાફરોએ 108 દ્વારા મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબી તપાસમાં જમણા પગની સાથળમા ફ્રેક્ચર થયાનું જણાયું હતુ. આ અંગે લખવીરસિઘે મોડાસા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો