તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિર્ણય:બિલિયા ગામે ચૌદસે પરંપરા મુલત્વી રાખી : ફક્ત એક જ માંડવી નીકળશે

સિધ્ધપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૌદસે સવાસો દીવડાની અસંખ્ય માંડવીઓ નીકળતી હતી

સિદ્ધપુરના બિલિયા ગામે ચૌદસની રાત્રીએ સવાસો દીવડાની અસંખ્ય માંડવીઓ નીકળતી હતી. પરતું ચાલુ સાલે કોરોના મહામારીને કારણે વર્ષો જુની મુલત્વી રાખી ફક્ત એક જ માંડવી નીકળશે અને તે માતાના ચોક પૂરતી જ હશે, સરકારની ગાઇડ લાઇનનું સંપૂર્ણ પાલન કરાશે તેમ બીલીયાના સરપંચ દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું.

બીલીયા ગામે આસો સુદ ચૌદસના દિવસે ગ્રામજનો માંડવી મહોત્સવમાં જોડાય છે અહીંયા દશેરાના દિવસથી આસો સુદ ચૌદસ સુધી સવાસો દીવડાની સવા ત્રણસો જેટલી માંડવી નીકળે છે. જેમાં એક માંડવી ઉપર સવા સો દીવડાઓ મુકાતા રાત્રિમાં અનેરૂ દ્રશ્ય સર્જાય છે. બિલીયા ગામનું કોઈ દેશ-વિદેશમાં હોય તોપણ ચૌદશે ગામમાં રાખેલ બાધા પૂરી કરવા આવે છે. જ્યાં સવાસો દીવડાની માંડવી ઉપાડી બહેનો હરખથી ખુલ્લા પગે ગરબે ઘૂમતી હોય છે. અહીં દશેરાના દિવસથી આસો સુદ ચૌદસ સુધી ગામની પાદરે આવેલા શ્રીવેરાઈ માતાના મંદિરે આ માંડવીઓ પુરુષો પોતાના માથે લઈ મંદિરે મૂકી આવે છે. સિદ્ધપુર તાલુકામાંથી અને આજુબાજુના ગામોમાંથી હજારોની સંખ્યામાં માઇભકતો ઉમટી પડે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો