તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:ચાર સ્થળેથી વિદેશી દારૂની 135 બોટલ સાથે ચાર પકડાયા

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના જુદા જુદા ચાર સ્થળેથી પોલીસે રૂપિયા એક લાખની કિંમતની વિદેશી દારૂની 135 બોટલ પકડી પાડી છે. દોઢસો ફૂટ રિંગ રોડ, ખોડિયારનગર-2માં ક્રાઇમ બ્રાંચે માહિતીના આધારે આ વિસ્તારમાં રહેતા વિક્રમસિંહ રણજિતસિંહ ઝાલા નામના શખ્સને તેની કારમાં વિદેશી દારૂની 121 બોટલ સાથે પકડી પાડ્યો હતો.

પૂછપરછમાં ધનંજય નામના શખ્સનું નામ ખૂલતા તેને પકડવા પોલીસે કુલ 2.35 લાખનો મુદ્દામાલ કબજે કરી ધનંજયને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. બીજો દરોડો આજી ડેમ પોલીસે બાતમીના આધારે ખોખડદળ નદીના કાંઠે આવેલા વેલનાથ જડેશ્વરપાર્ક-2માં પ્રદીપસિંહ દિલીપસિંહ તોમરના ભાડાના મકાનમાં પાડ્યો હતો. પોલીસે અહીંથી પ્રદીપસિંહને વિદેશી દારૂની 48 બોટલ સાથે પકડી પાડ્યો હતો. જ્યારે મારુતિનંદન નગર-2માં રહેતા પ્રિતેશ ઉર્ફે દિકુ કલ્પેશ ગોટેચાને તેના ઘરેથી વિદેશી દારૂની 4 બોટલ અને લક્ષ્મીનગર-3માંથી મહિરાજસિંહ ઇન્દ્રજિતસિંહ ઝાલા નામના શખ્સને તેના ઘરેથી વિદેશી દારૂની બે બોટલ સાથે પોલીસે ઝડપી લઇ કાર્યવાહી કરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો