તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:ડહેલીમાં વરલી મટકાનો જુગાર રમતા ચાર ઝડપાયા

ભીલાડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 6430નો મુદામાલ કબજે કર્યો

ડહેલી મૂળા પાડા ખાતે દુર્ગા ફર્નિચરની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં ભીલાડ પોલીસે શનિવારના રોજ વરલી મટકાનો જુગાર ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ.6430નો મુદ્દામાલ કબજે લીધો હતો.ડહેલી મૂળાપાડા ખાતે દુર્ગા ફર્નિચરની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં તોકિર નજીર શેખ (રે,ડહેલી) આવતા જતા લોકો પાસેથી પૈસા લઈ અંક ફરકના આંકડા કાપલીમાં લખાવી હાર જીતનો જુગાર રમાડી રહ્યો હોવાની બાતમી ભીલાડ પોલીસને મળી હતી. મળેલી બાતમીના આધારે પોલીસે છાપો મારી તોકિર નજીર શેખ, કિરણ ધર્મપાલ શેટ્ટી, યોગેશ પુનિયા કોમ અને સંજય રામદાસ પવારને ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી અંગ ઝડતીમાં રૂ.3430 રોકડ તથા રૂ.એક ફોન કિંમત રૂ.3 હજાર મળી કુલ્લે રૂ.6430નો મુદ્દામાલ કબજે લીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો