તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ઓખા બંદરથી ગેરકાયદેસર 3200 લીટર ડીઝલના જથ્થા સાથે 4 શખસો ઝડપાયા

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરિયાઇ પેટ્રોલીંગની બોટમાંથી ડીઝલ કાઢી અન્ય બોટમાં વેચાણ થતુ હતું

ઓખા બંદરમાં ઓએનજીસી કંપનીના દરિયાઇ વિસ્તારમાં થઇ રહેલ કામગીરી ઉપર પેટ્રોલીંગમાં રાખવામાં આવેલ બોટમાં કંપની તરફથી ડીઝલનો જથ્થો સપ્લાઇ કરવામાં આવે છે.જે બોટમાંથી ગેરકાયદેસર ડીઝલ કાઢી અન્ય બોટમાં વેચી દેવામાં આવતું હોવાનું ડીવાયએસપી સ્કવોડના ધ્યાને આવ્યું હતું.જેના આધારે સ્થળ પર ચેકિંગની કાર્યવાહી કરવામાં આવતા સ્થળ પરથી 4 શખસો ગેરકાયદેસર ડીઝલના 3200 લીટર જથ્થા સાથે ઝડપાયા હતા.

દેવભુમિ દ્વારકાના ઇન્ચાર્જ ડીવાયએસપી સમીર શારડાની સ્કવોડના રત્નાભાઇ તેમજ ઓમદેવસિંહને બાતમી મળી હતી કે,ઓખા બંદરમાં ઓએનજીસી કંપનીના દરિયાઇ વિસ્તારમાં થઇ રહેલ કામગીરી પર પેટ્રોલીંગ બોટ માટે જે ડીઝલ ફાળવવામાં આવ્યું છે.જેમાંથી ગેરકાયદેસર ડીઝલનો જથ્થો કાઢી અન્ય બોટમાં વેચવામાં આવી રહ્યો છે.બાતમીના આધારે એલસીબીના અજીતભાઇ બારોટ અને અરજણભાઇ મારૂ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી ચેકિંગની કાર્યવાહી હાથ ધરતા અલગ અલગ ત્રણ જગ્યાએથી ગેરકાયેદસર ડીઝલનો જથ્થો 3200 લીટર કિંમત રૂ.2,40000 તથા ત્રણ બોટ કિંમત રૂ.22,00,000 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.પોલીસે રજાક લતીફભાઇ સપના કબ્જાવાળી મક્કી મદની પેસેન્જર બોટમાંથી 1400 લીટર તેમજ રજાક દાઉદભાઇ થૈમ રાહીલ રજાકભાઇ થૈમની અલહજ ફાઇબર નામની બોટમાંથી 800 લીટર તથા આમદ જીકરભાઇ સપની નિગાહે હુશેની નામની બોટમાંથી 1000 લીટર ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે બોટ અને ગેરકાયદેસર ડીઝલનો જથ્થો જપ્ત કરી તમામ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો