તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:અંકલેશ્વરમાં વધુ ચાર દર્દીઓ કોરોના પોઝિટિવ

અંકલેશ્વર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અર્બન અને તાલુકામાં 60 કન્ટેઈમેન્ટ ઝોન એક્ટિવ, 39 દર્દી સારવારમાં, 1035 દર્દી કોરોનાને માત આપી

અંકલેશ્વર માં કોરોના દર્દી હજી પણ રોજે રોજ સામે આવી રહ્યા છે. જો કે કોરોના રફતાર ધીમી પડી હતી જે હવે કોરોના બીજી પીક માં ધીરે ધીરે વધી રહી છે. એક તબક્કે માંડ 1 દર્દી કોરોના સામે આવતા હતા જે હવે રોજન ઓછામાં ઓછા 4 કોરોના દર્દી સામે આવી રહ્યા છે. રવિવાર ના રોજ પણ કોરોના વધુ 4 દર્દી સામે આવ્યા છે. જેમાં કામેશ્વર બંગ્લોઝ ખાતે 1, ગણેશપાર્ક વાલિયા રોડ કોસમડી ખાતે 1, પારસીવાડ અંકલેશ્વર ખાતે 1, અને મોરા ફળીયા કોસમડી ખાતે 1 કોરોના સંક્રમિત દર્દી મળી આવતા તંત્રને તેમને સારવાર અર્થે કોવિદ હોસ્પિટલ ખસેડ્યા છે. અંકલેશ્વર અર્બન 40 અને તાલુકા માં 20 મળી કુલ 60 કંટાઈમેન્ટ ઝોન હજી એક્ટિવ છે. જયારે 39 દર્દી હાલ સારવાર હેઠળ છે જે પૈકી 10 દર્દી હોમ આઇસોલેટ હેઠળ સારવાર લઇ રહ્યા છે. જયારે અત્યાર સુધી 1035 દર્દી કોરોનાને માત આપી છે. અંકલેશ્વરનું કોરોના મીટર 1072 પર પહોંચી જવા પામ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો