• Home
  • Coronavirus
  • Formula for avoiding coronaphobia don't doubt every change; the flu and malaria, the virus will be a part of our lives

એક્સપર્ટ સલાહ / કોરોનાફોબિયાથી બચવા માટેની ફોર્મ્યુલા- દરેક પરિવર્તન પર શંકા ન કરો; ફ્લૂ અને મેલેરિયાની જેમ આ વાઈરસ પણ આપણા જીવનનો ભાગ રહેશે

X

  • ડિપ્રેશન અને તણાવના સૌથી વધારે કેસ તે લોકોમાં જોવા મળે છે જે ઓફિસ જતા હોય છે અથવા ખરીદી કરવા માટે બહાર જાય છે
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે- માનસિક સ્થિતિમાં સુધારો લાવવા માટે સૌથી પહેલા કોરોનાવાઈરસથી સંબંધિત સમાચારથી દૂર રહો જે તણાવ પેદા કરે છે

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 01:24 PM IST

સતત ઘરમાં કેદ રહેવાથી અને ચારેબાજુથી કોરોનાવાઈરસના સમાચાર સાંભળીને લોકોમાં નેગેટિવિટી વધી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, તેની સૌથી ખરાબ અસર તે લોકો પર પડી રહી છે જે પહેલાથી ડિપ્રેશન અને ઓબ્સેસિવ કંપલ્સિવ ડિસઓર્ડર એટલે કે ઓસીડીના દર્દી છે. 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, માનસિક સ્થિતિને સુધારવા માટે સૌથી પહેલા પોતાની જાત પર વિશ્વાસ રાખો અને મજબૂત બનો અને વાઈરસ સંબંધિત સમાચારથી દૂર રહેવું, જે ત્રાસ આપે છે તેમજ તે સ્વીકારવું જોઈએ કે કોરોનાથી છૂટકારો મેળવવામાં સમય લાગશે. 

દિવસમાં 6 વખત હાથ ધોવાથી કોરોનાનું જોખમ 90% સુધી ઘટી જશે
વાઈરસ સંપૂર્ણ રીતે નષ્ટ નહીં થાય અને આપણે પોતાની જાતને સુરક્ષિત રાખતા તેની સાથે જીવવાની ટેવ પાડવી પડશે. એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા પ્રમાણે, દિવસમાં ઓછામાં ઓછા 6 વખત હાથ ધોવાથી અને ચહેરાને ઢાકવાથી સંક્રમણનું જોખમ 90% સુધી ઘટાડી શકાય છે. 

સાયકોલોજીસ્ટ નિષ્ણાત ડો. અનામિકા પાપડીવાલ પાસેથી જાણો કોરોના ફોબિયાથી કેવી રીતે દૂર રહેવું-

પહેલા સમજો- નેગેટિવ, તણાવ અથવા ડર ક્યારે અને કેવી રીતે વધી રહ્યો છે?

  • પહેલો કેસઃ  સૌથી વધારે ચિંતા અને તણાવ તે લોકોમાં વધી રહ્યો છે જે ઘરથી બહાર જાય છે, જેમને ઓફિસ જવાનું શરૂ કર્યું છે, જે વસ્તુની ખરીદી કરવા માટે બજારમાં જાય છે. જો તમારી આસપાસ કોઈ પોઝિટિવ દર્દી મળી આવે તો ચિંતા વધી જાય છે. તેઓને ઘણા કલાકો સુધી એક જ ભય સતાવે છે કે ક્યાંક તેઓ સંક્રમિત તો નથીને અથવા ઘરે જતી વખતે વાઈરસ તો નથી લઈ જતાને. 
  • બીજો કેસઃ બીજી તરફ સૌથી વધારે કેસ વૃદ્ધોમાં જોવા મળી રહ્યા છે, જે નેગેટિવિટીમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ચિંતા અને તણાવના કારણે તેમનો પરિવારના સભ્યોની સાથે ઝઘડો પણ થાય છે. 
  • ત્રીજો કેસઃ ત્રીજી કેટેગરીમાં એવા માતાપિતાનો સમાવેશ થાય છે કે જેના માટે સૌથી મોટી ચિંતા બાળકો છે. થોડા સમય માટે પણ જો બાળક પાર્કમાં જાય છે તો તેઓ શું સ્પર્શ કરે છે, કોની સાથે વાત કરી રહ્યા છે, તેમને કોરોનાનો ચેપ લાગશે તો. આવી બાબતોથી પેરેંટ્સમાં તણાવ વધી રહ્યો છે. 

ક્યારે સજાગ થવું જોઈએ
મોં શુષ્ક થઈ જાય, શરીર સુન્ન થઈ જાય, ઊંઘ ન આવવી, પેનિક અટેકની સાથે મોડી રાત સુધી જાગવા જેવા લક્ષણો જોવા મળી શકે છે. કેટલાક માનસિક દર્દીઓ હાયપોકોન્ડ્રિઓસિસથી પીડાય છે, જેનો અર્થ થાય છે કે તેઓ પોતાની ચિંતાને ડર તરીકે માને છે. તેને ઈલનેસ એન્જાઇટી ડિસઓર્ડર પણ કહે છે. 

તેનાથી દર્દીઓ ચિંતા વધારે કરે છે. આવા દર્દીઓ જો ડોક્ટરની પાસે જાય છે તો તેમાં કોઈ બીમારી જોવા મળતી નથી. ત્યારબાદ પણ તેઓ ઘણી વખત સંતુષ્ટ થતા નથી અને ચિંતા કર્યા કરે છે. 

બચવાની પાંચ રીતોઃ તેને જાતે પણ સમજો અને બીજાને પણ સમજાવો

1) પોતાની જાતને નેગેટિવ સમાચારોથી દૂર રાખો
નકારાત્કતાનું કારણ કોરોનાના સંક્રમણનું ડર અને મૃત્યુનું જોખમ છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, દેશમાં 80 ટકા કોરોનાના દર્દીઓ દવા વગર સાજા થઈ રહ્યા છે. એટલા માટે ડરવાની અથવા ચિંતા કરવાની જરૂર નથી. આ દરમિયાન નેગેટિવ સમાચારોથી દૂર રહો. દેશમાં કોરોનાની સ્થિતિને સમજવા માટે સમાચારો થોડા સમય માટે જોવા, આખો દિવસ ટીવીમાં માત્રસમાચારો ન જોવા. 

2) દદરોજ એક કલાક યોગ, એક્સર્સાઈઝ અથવા મેડિટેશન કરો
કોરોનાવાઈરસ વિશે જેટલું વિચારશો એટલા જ નકારાત્મક વિચારો આવશે એટલા માટે મગજને આરામ આપો. શરીરમાં ઓક્સિજનનું લેવલ વધારશો તો આખો દિવસ તાજગી અનુભવશો અને તેના માટે દરરોજ સવારે ઓછામાં ઓછા એક કલાક સુધી યોગ, કસરત અથવા મેડિટેશન કરો. તે મનમાં સકારાત્મક વિચારની સાથે એનર્જી આપવાનું કામ પણ કરે છે. 

3) દિવસભર તમારા શરીરની દરેક પ્રવૃતિઓ તરફ ધ્યાન આપશો નહીં
બહારથી આવ્યા બાદ અથવા કોઈને મળ્યા બાદ સામાન્ય શરદી-ખાંસી થાય તો લોકો ચિંતામાં આવી જાય છે. આખો દિવસ પોતાના શરીરની દરેક પ્રવૃતિઓ પર ધ્યાન રાખો છો. આવી સ્થિતિમાં દરેક બદલાવને તેઓ શંકાની નજરથી જુઓ છો. તેનાથી બચવું જરૂરી છે. જો તમે દિવસમાં વારંવાર હાથ ધોવો છો, બહાર જતી વખતે માસ્ક પહેરો છો, પાછા આવો ત્યારે સ્નાન કરો છો અને કપડાં ધોવો છો તો ચિંતા અથવા તણાવ લેવાની જરૂર નથી. આટલી સાવધાની પૂરતી છે. 

4)  જેમ તમે મેલેરિયા-ફ્લૂની સાથે જીવતા શીખ્યા છો, તેવી રીતે તેને સામાન્ય વાઈરસ સમજો 
ડો. અનામિકા પાપડીવાલના જણાવ્યા પ્રમાણે, કોરોના હવે આપણા જીવનનો એક ભાગ બની ગયો છે પરંતુ તેનાથી ડરવાનું નથી. જેમ મેલેરિયા અને ફ્લૂ જેવી બીમારીનો સામનો કરવા માટે આપણે સાવધાની રાખીએ છીએ, તેવી જ રીતે કોરોના માટે પણ સાવધાની રાખવાની છે. આખો દિવસ ટીવી અથવા વીડિયો ન જોવા. શરીરને એક્ટિવ રાખો. મિત્રોની સાથે કે પરિવારના સભ્યોની સાથે ફોન પર વાત કરો. તમારી હોબી પર ધ્યાન આપો.

5) જ્યારે ચિંતાનું કારણ સમજાતું ન હોય તો નિષ્ણાતને ફોન કરો
અત્યારે સરકારે ટેલિમેડિસિનની સુવિધા શરૂ કરી છે. તમે ઈચ્છો તો સરકારી મદદ અથવા તમારા ડોક્ટરને ફોન પર સ્થિતિ જણાવીને સલાહ લઈ શકો છો. જો તમને સુધારો ન દેખાય તો કાઉન્સિલિંગ સારો ઓપ્શન છે જેથી તે કારણને સમજી શકાય જે તણાવનું મૂળ છે. સાયકોથેરેપી અને દવાઓથી સારવાર કરી શકાય છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી